સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરી
જે હવે 24 કલાકમાં જે તે વ્યક્તિનો RTPCR રીપોર્ટ આવી જશે
આ લેબ 500 વ્યક્તિઓના RTPCR ટેસ્ટીગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આજે RTPCR ટેસ્ટીગ લેબની લોકોના RTPCR ટેસ્ટીગ કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી. અગાઉ બેથી ત્રણ દિવસમાં આવતો રીપોર્ટ હવે 24 કલાકમાં જે તે વ્યક્તિનો RTPCR રીપોર્ટ આવી જશે. આ લેબ 500 વ્યક્તિઓના RTPCR ટેસ્ટીગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટીગ લેબ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ પ્રકારનુ RTPCR ટેસ્ટીગ લેબનુ સેટઅપ ગોઠવી દેવાતા આજથી RTPCR ટેસ્ટીગ શરુ કરવામાં આવ્યા હતા. જે RTPCR રીપોર્ટ સુરેન્દ્રનગર, અમદાવાદ મોકલવામાં આવતા હતા. અને બે કે તેથી વધુ દિવસ પછી રીપોર્ટ આવતા હતા.
જે હવે 24 કલાકમાં જે તે વ્યક્તિનો RTPCR રીપોર્ટ આવી જશે તેમજ ઈનચાર્જ દ્વારા જણાવાયું હતું કે આ લેબ 500 વ્યક્તિઓના RTPCR ટેસ્ટીગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે ત્યારે આ લેબમાં ડોર્નીગ એરીયા, એલોકોટીગ રૂમ, રીપોર્ટીગ રૂમ, માસ્ટર મીક્સ, પ્રિપરેશન રૂમ, RTPCR ટેસ્ટીગ રૂમ સહિતના વિભાગ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ઇન્ચાર્જ રોની મહેતાએ આ લેબને લીંબડી બનાવવાં માટે સરકારશ્રી તેમજ લીંબડી ડો, કે.એફ. વાળા તેમજ લીંબડી હોસ્પિટલ સ્ટાફે જે મહેનત કરી હતી જે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.