કચ્છ : 18 માર્ચ
આજે ધુળેટી પર્વ નિમિત્તે રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં ઘુમઘામ થી ઉજવણી કરવામાં આવી હતી અબાલ વૃધ્ધ સૌ કોઈ એ કોરોના કાળ બાદ પ્રથમ વખત ધુળેટી પર્વ નિમિત્તે એક બીજા ને કલર ઉડાડી શુભેચ્છા પાઠવી હતી તો ધાર્મિક સ્થળો એ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ગાયો અને અબોલ પશુઓ ને ઘાસચારો નાખવા મા આવ્યો હતો આમ આજે વાગડ વિસ્તારમાં ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રાપર શહેરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કર્યું હતું