Home પાટણ રાધનપુર હાઇવે ઉપર ચાલુ ટ્રેલર માં આગ લાગી.: ચાલકનો આબાદ બચાવ….

રાધનપુર હાઇવે ઉપર ચાલુ ટ્રેલર માં આગ લાગી.: ચાલકનો આબાદ બચાવ….

148
0
પાટણ: 30 માર્ચ

રાધનપુર થી કચ્છ તરફના હાઈવે ઉપર સાંતલપુર નજીક આજે એક ટ્રેલર કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોકે ચાલકે સમયસૂચકતા વાપરી સળગતા ટ્રેલરને હાઇવે પરની હોટલ ઉપર લઈ જાય ત્યાં સ્થાનિકોની મદદથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાઈવે માર્ગો પરથી પસાર થતા વાહનો માં આગ લાગવાની ઘટનાઓ વારંવાર સર્જાતી જોવા મળે છે ત્યારે આજે વધુ એક આગની ઘટના રાધનપુર હાઇવે ઉપર બનવા પામી હતી. રાધનપુર થી કચ્છ તરફ જવા નીકળેલું ટ્રેલર સાંતલપુર હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન કોઇ અગમ્ય કારણોસર ટ્રેલરના પાછળના ભાગે આવેલા ટાયરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જે અંગેની જાણ ચાલકની થતા ચાલકે સમયસૂચકતા વાપરી આગ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા સળગતા ટેલરને ખમકારી કિલોમીટર દૂર હાઇવે ઉપર ની એક હોટલ પર લઇ ગયો હતો જ્યાં હોટલ પરના લોકોએ ટેલર ઉપર પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હાઇવે ઉપર સળગતું ટ્રેલર દોડતા અફડાતફડી મચી હતી જોકે ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here