Home ક્ચ્છ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એક દિવસના કચ્છ જીલ્લાના પ્રવાસે

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એક દિવસના કચ્છ જીલ્લાના પ્રવાસે

105
0
કચ્છ : 13 એપ્રિલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તારીખ ૧૫મી એપ્રિલ ૨૦૨૨ ને શુક્રવારના રોજ એક દિવસના કચ્છ જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૯:૩૦ કલાકે હીલ ગાર્ડન એરપોર્ટ રોડ ભુજ ખાતેથી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ખરીદાએલી ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે તેમજ ૧૦:૦૦ કલાકે કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કે.કે સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતીમાં યોજાશે.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here