Home ક્ચ્છ માધાપર ખાતે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટના વૃદ્ધાશ્રમ ખાતે આજે માધાપરના સ્નેહા...

માધાપર ખાતે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટના વૃદ્ધાશ્રમ ખાતે આજે માધાપરના સ્નેહા દિનેશભાઈ ઠક્કર ના જન્મદિવસ નિમિત્તે વડીલોને ભોજન કરાવાયું

107
0
કચ્છ : 18 માર્ચ

માધાપર ખાતે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટના વૃદ્ધાશ્રમ ખાતે આજે માધાપરના સ્નેહા દિનેશભાઈ ઠક્કર ના જન્મદિવસ નિમિત્તે વડીલોને ભોજન કરાવાયું હતું સામાન્ય રીતે દરેક લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટલોમાં કરતા હોય છે પરંતુ સ્નેહાએ આજે પોતાના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમ ખાતે કરી હતી 19 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે સ્નેહા તેના પરિવારજનો સાથે આજે વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું વડીલોની સાથે જ જન્મદિવસની કેક કાપવામાં આવી હતી આ કાર્યને વડીલોએ પણ વધાવી લીધું હતું સ્નેહા દિનેશભાઈ ઠક્કરે આજે જન્મદિવસ નિમિત્તે ગાયોને ચારો તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરીને ઉજવણી કરી હતી.

આ તકે ભાજપના આગેવાન દિનેશભાઈ ઠક્કર, દિલીપભાઈ ભીંડે,નટુભાઈ રાયકુંડલ,દિનેશભાઈ શશીકાંત ઠક્કર ,ચુનીલાલ ભાઈ ભીમજીભાઇ રાજદે ,જેન્તીભાઈ દૈયા, નરેન્દ્ર ભાઈ મીરાણી સપનાબેન ઠક્કર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા દિનેશભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે દરેક લોકો પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યોમાં કરે તો એક અનોખી ઉજવણી કહી શકાય અને સમાજને પ્રેરણા મળશે

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here