Home જુનાગઢ માંગરોળ માં આવેલ બ્રહ્માકુમાંરીઝ સેન્ટર માં રાત્રિ દરમ્યાન અજાણ્યા શખ્સ દ્વારા ટાવર...

માંગરોળ માં આવેલ બ્રહ્માકુમાંરીઝ સેન્ટર માં રાત્રિ દરમ્યાન અજાણ્યા શખ્સ દ્વારા ટાવર ગાર્ડન માં ઉભી પથ્થર મારી બારી નો કાચ તોડી નાખવામાં આવ્યો

100
0
જૂનાગઢ : 24 ફેબ્રુઆરી

જૂનાગઢ જિલ્લા ના માંગરોળ માં આવેલ બ્રહ્માકુમાંરીઝ સેન્ટર પાછળ આવેલ ટાવર ના ગાર્ડન માં ઉભી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર મારી બારી નો કાચ તોડી દેવામાં આવ્યો ..ત્યારે અગાઉ પણ અનેક વખત આ રીતે પત્થર મારી બારી ના કાચ તોડી દેવામાં આવ્યા છે ..અને કાચ તોડનાર ને બ્રહ્માકુમાંરીઝ દીદી દ્વારા કઇ પણ કહેવામાં આવે કે ફરિયાદ કરવામાં આવે તો અપશબ્દો બોલી થાય તે કરી લેવાની ધમકી પણ આપવામાં આવે છે ત્યારે માંગરોળ ના સત્તાધીશો ને પણ અનેક વખત રજુવાતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી..આજે પણ રાત્રે પથ્થર મારી કાચ તોડી દેવામાં આવતા બ્રહ્માકુમાંરીઝ દીદી દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ ચાવડા સાહેબ ને ટેલીફોનીક જાણ કરવામાં આવેલ..અને તેમના દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી પણ બ્રહ્માકુમાંરીઝ દીદી દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે

અહેવાલ : વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here