Home મોરબી હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર આરોપીઓ...

હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર આરોપીઓ પોલીસ ગિરફતમાં

127
0
હળવદ : 24 ફેબ્રુઆરી

હળવદ શહેરમાં ફોનમાં જવાબ આપવા જેવી નજીવી બાબતે યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારી છરી તલવારથી ગંભીર ઇજાઓ પહોંચાડી બાદમાં યુવાનનું મૃત્યુ નિપજશે તેવા ડરથી કમ્પાઉન્ડર પાસે ઈલાજ કરાવનાર ચંડાળ ચોકડી અંતે પોલીસ ગિરફતમાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ છ દિવસ પૂર્વે હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા અને ખેતીકામ કરતા ગોવિદભાઇ લાલાભાઇ દોરાલા હળવદ આવ્યા હતા અને તેમના મિત્ર મુન્નાભાઈ સાથે ધરતીનગરમાં શક્તિસિંહના ઘર પાસે બેઠા હતા ત્યારે મુન્નાભાઈના ફોનમાં ફોન આવતા ગોવિદભાઇ લાલાભાઇ દોરાલાએ ફોન ઉપાડી જવાબ આપતા ચાર આરોપીઓએ તું ક્યાં બેઠો છો કહી હળવદના ધરતીનગરમાં આવી હુમલો કર્યો હતો અને ગોવિદભાઇ લાલાભાઇ દોરાલા કઈ સમજે વિચારે તે પહેલાં જ માથામાં ધોકો ફટકારી દેતા પુષ્કળ લોહી વહી જતા ગોવિંદભાઈ ત્યાં જ ઢળી પડયા હતા. જો કે, આમ છતાં આરોપીએ ગોવિંદભાઈને મારવાનું ચાલુ રાખી બેભાન અવસ્થામાં પણ છરી અને તલવાર જેવા તિક્ષણ હથિયારના ઘા મારતા ગોવિંદભાઈનો જીવ જતો રહેશે તેવા ડરથી આરોપીઓએ કમ્પાઉન્ડરને બોલાવી સારવાર પણ કરાવી હતી.

બીજી તરફ ગોવિંદભાઇ દોરાલા ભાનમાં આવ્યા બાદ હુમલાખોર અને રેતીના ગેરકાયદે ધંધાર્થી એવા જીતેન્દ્રસિહ હિમતસિંહ પરમાર અને રાજદિપસિહ હિમતસિંહ પરમાર અને અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન હુમલો કરી નાસી છૂટેલા રેતમાફિયાઓના આઈવા ડમ્પર પોલીસે પકડવાનું ચાલુ કરતા આરોપી (૧) જીતેન્દ્રસિંહ હીમંતસિંહ પરમાર, ઉ.વ.૩૭ ધંધો.ખેતી રહે. ધરતીનગર સોસાયટી, હળવદ તા. હળવદ જી. મોરબી (૨) રાજદીપસિંહ હીમંતસિંહ પરમાર, ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે પંચમુખી ઢોરો, હળવદ તા.હળવદ જી.મોરબી તથા (૩) દીનેશભાઇ લક્ષમણભાઇ રજવાડીયા, ઉ.વ.૨૪ ધંધો. મજુરી રહે, પંચમુખી મહાદેવ મંદીર પાછળ, પંચમુખી ઢોરો, હળવદ તા. હળવદ જી.મોરબી તથા (૪) રાજીવભાઇ દેવનારાયણભાઇ યાદવ, ઉ.વ.૨૫ ધંધો. ડ્રાઇવિંગ હાલ રહે, પંચમુખી મહાદેવ મંદીર પાછળ, પંચમુખી ઢોરો, હળવદ તા. હળવદ જી.મોરબી મૂળ રહે.ગામ જીરવના તા.જી. દરબંગા, થાના કુશેશ્વર (બિહાર) વાળા પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ગુન્હાના કામે અટક કરવા કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here