Home વેરાવળ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવની વેરાવળ લોહાણા મહાજન દ્વારા કરાયેલ...

મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવની વેરાવળ લોહાણા મહાજન દ્વારા કરાયેલ ઉજવણી

144
0
વેરાવળ :  10 એપ્રિલ

વેરાવળ લોહાણા મહાજન વાડીમાં લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમ વી. તન્ના તથા ઉપપ્રમુખ મુકેશ રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનોએ પ્રભુ શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 10 થી 12 સુધી ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બાદમાં ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ કરવામાં આવેલ તેમજ ઉજવણી નિમિતે રામ દરબાર ઉભો કરવામાં આવેલ તેમજ હિંડોળા દર્શનનો લ્હાવો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લીધો હતો. તો પ્રભુ રામના જન્મોત્સવને સર્વ લોકોએ ધુન ભજન ઉપર રાસ રમી વધાવ્યો હતો.

બાદમાં યોજાયેલ સમુહ ફરાળ પ્રસાદીનો પણ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લઈ સમાજ એકતાના દર્શન કરાવ્યા હતા…

અહેવાલ: રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here