Home ક્ચ્છ ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું...

ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન

148
0
કચ્છ : 27 માર્ચ

તા.૨૬/૦૩/૨૦૨૨ ના રોજ પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન પંચાયતી પ્રાથમિક શાળા નં.૧૦,ઉમેદનગર,ભુજ ખાતે કરવામાં આવેલ.જેમાં મધ્યાહન ભોજન યોજના સોળ માનદવેતન ધારકોએ સ્પર્ધક તરીકે ભાગ લીધેલ.આ સ્પર્ધકોને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા જાહેર કરવા માટે જાગૃતિબેન જોષી,બાળ વિકાસ યોજના અધિકારીશ્રી,ભુજના અધ્યક્ષપણા હેઠળ એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં આવેલ.

જેમાં પ્રથમ ક્રમના વિજેતા અર્ચનાબેન મહેતા(ભીમરાવનગર પ્રાથમિક શાળા),દ્વિતીય ક્રમના વિજેતા નીતાબેન ચાવડા (વાણીયાવાડ પ્રાથમિક શાળા) અને તૃતીય ક્રમના વિજેતા કેશરબેન બુચીયા(રતીયા પ્રાથમિક શાળા)ને નિર્ણાયક કમિટિ દ્વાર જાહેર કરવામાં આવેલ જેમાં અનુક્રમે પ્રથમ વિજેતાને રૂ.૫૦૦૦/- દ્વિતીયને રૂ.૩૦૦૦/- અને તૃતીય ને રૂ.૨૦૦૦/- ના સ્થળપર જ રોક્ડ રકમ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ.આ કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન વી.એચ.બારહટ,મામલતદારશ્રી,ભુજ(ગ્રામ્ય)ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.તથા ટી.આર.દેસાઈ.નાયબ મામલતદાર,(મધ્યાહન ભોજન યોજના)ભુજ,નયનાબેન મેઘનાથી,મધ્યાહન ભોજન યોજના સુપરવાઈઝર,યોગેષભાઈ જરદોશ,મુખ્ય શિક્ષક, પંચાયતી પ્રાથમિક શાળા નં.૧૦,ઉમેદનગર,ભુજ સહીતના કર્મચારીઓ હાજર રહેલ.
મામલતદાર,ભુજ(ગ્રામ્ય)

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here