Home નડીયાદ ભગવાનરામ ભગવાન ભરોશે રહ્યા ને ટ્રેનમાંથી ગઠિયો 1,35,000ની મત્તાની બેગ લઈ છું...

ભગવાનરામ ભગવાન ભરોશે રહ્યા ને ટ્રેનમાંથી ગઠિયો 1,35,000ની મત્તાની બેગ લઈ છું થઈ ગયો

152
0
ખેડા : 19 જાન્યુઆરી

નડિયાદ પાસે ટ્રેનમાંથી મુસાફરની બેગ ચોરાઈ, ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં ગઠીયાએ મુસાફરની ઊંઘની તકનો લાભ લઈ બેગની ચોરી કરી છૂ થયો ચાલુ ટ્રેનમાં ચોરીના વધતાં જતાં બનાવોને કારણે આજે મુસાફરી કરતી વેળાએ મુસાફરે અનેક રીતે સાવધાન રહેવાની તાતી જરૂર ઊભી થઈ છે. જો મુસાફર સજાગ નહી રહે તો મુસાફરની સ્વાંગમાં છુપાયેલો ગઠીયો આ તકનો લાભ લઈ ચોરીને અંજામ આપે છે. ભૂતકાળમાં પણ ઘણાં બનાવો આવા ઘટી ચૂક્યા છે. તાજેતરમાં ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં કર્ણાટકથી અમદાવાદ આવી રહેલા ધંધાર્થીની બેગની નડિયાદ પાસે ચાલુ ટ્રેનમાંથી કોઈ વ્યક્તિએ ઉઠાંતરી કરી છે. મુસાફરની ઊંઘનો લાભ લઈ આ વ્યક્તિએ રોકડ રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1.35 લાખના મત્તાના બેગની ચોરી કરી છૂ થયો છે. આ બનાવ સંદર્ભે મુસાફરે નડિયાદ રેલવે પોલીસ મથકે આવી આજે ફરિયાદ નોંધાવી છે.

રાજસ્થાનના ઝાલોર જિલ્લાના જસ્વંતપુરા તાલુકાના સાવીધર ગામના 37 વર્ષિય ભગવાનરામ વજરામજી ચૌધરી પોતે મોબાઈલની દુકાન ચલાવે છે. ગત 12મી જાન્યુઆરીના રોજ તેઓ કર્ણાટકના ઉડપી રેલવે સ્ટેશનથી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી અમદાવાદ આવતાં હતા. ભગવાનરામ આ ટ્રેનના કોચ નં. S/2ના સીટ નં. 1 પર બેસી મુસાફરી કરી રહ્યાં હતા.

રાત્રિનો સમય હોવાથી તેઓ પોતાની સીટ પર સૂઈ ગયા હતા. જોકે તે પહેલા ભગવાનરામે પોતાની સાથે લાવેલ મીલેટ્રી કલરની એક બેગ સીટના નીચેના ભાગે મૂકી હતી. આ ટ્રેન વહેલી સવારે નડિયાદ રેલવે સ્ટેશને આવી હતી. આ થોડા સમય પહેલા ભગવાનરામ ઊંઘમાંથી જાગ્યા હતા. અને જાગેલા ભગવાનરામે પોતાની સીટ નીચે જોતાં આ મીલેટ્રી કલરની બેગ હાજર નહોતી. તેથી ચિંતાતુર બનેલા ભગવાનરામે ટ્રેનમાં તપાસ આદરી હતી પરંતુ બેગની કોઈ ભાળ મળી આવી નહોતી.

આથી આ સંદર્ભે ભગવાનરામે નડિયાદ રેલવે પોલીસ મથકે આવી આજે ફરિયાદ આપતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમની ઊંઘનો તકનો લાભ લઈ નડિયાદ આવે તે પહેલા બેગની ચોરી કરી પલાયન થઈ ગયો છે. તો આ બેગમાં એક દોઢ તોલાની સોનાની ચેઇન, મોબાઈલ ફોન, પાવર બેન્ક, રોકડ રૂપિયા સહિત પરચુરણ સામાન જેની કુલ કિંમત રૂપિયા 1 લાખ 35 હજાર 350ના મુદ્દામાલની ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.


અહેવાલ : પ્રતિનિધિ, ખેડા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here