Home Trending Special ક્રિકેટર હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ ટીમ છોડવા માટે તૈયાર ? ,  ટીમની...

ક્રિકેટર હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ ટીમ છોડવા માટે તૈયાર ? ,  ટીમની કમાન સંભાળવા આ બેટ્સમેનના નામ છે ચર્ચામાં …

170
0

ભારતની T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા આગામી કેટલાક દિવસો માટે સૌથી વધુ ચર્ચિત ક્રિકેટર બનવાની સંભાવના છે. IPL 2024 માટે ખેલાડીઓની હરાજી પહેલા 26 નવેમ્બરે ટ્રેડિંગ વિન્ડો સમાપ્ત થાય છે. તેના વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડી શકે છે. હાર્દિકના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ સિઝનમાં જ IPL ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ સિવાય તે છેલ્લી સિઝનમાં ટીમને ફાઇનલમાં લઈ જવામાં સફળ રહ્યો હતો. પરંતુ ફાઇનલમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જવા અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર “હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરે તેવી શક્યતા છે. અને તે ગુજરાત ટાઇટન્સ છોડી દેશે. ત્યારે હાર્દિક પંડ્યાના ગયા બાદ ગુજરાત ટાઇટન્સની કમાન કોણ સંભાળશે, ચાલો જાણીએ કે ટીમની કમાન સંભાળવા કયા ક્રિકેટર્સના નામ છે ચર્ચામાં ….

હાર્દિક પંડ્યાના બદલામાં ગુજરાત ટાઇટન્સે કયા ખેલાડીની પસંદગી કરી છે તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ કેટલાક મીડિયા અહેવાલોના અનુસાર ટીમે હાર્દિકની જગ્યાએ કોણ આવશે તેની હજુ સુધી કંઈ પણ પુષ્ટિ થઈ નથી.

શુભમન ગિલનું નામ સૌથી આગળ છે

જોકે આમ થશે તો ગુજરાત ટાઇટન્સની આગેવાની કોણ કરશે તેવો મોટો પ્રશ્ન ઉભો થશે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યાના ગયા બાદ શુભમન ગિલને જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે છેલ્લી બે સિઝનમાં ફ્રેન્ચાઇઝી માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

શુભમન ગિલે IPL 2022માં 16 મેચમાં 34.50ની એવરેજથી 483 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ચાર અડધી સદી આવી. જ્યારે વર્ષ 2023માં તેણે 17 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના બેટથી ત્રણ સદી અને ચાર સદી ફટકારી હતી.

કેન વિલિયમસન પણ છે દાવેદાર

જોકે કેન વિલિયમસન પણ ટીમમાં છે અને તેની પાસે IPL માં ટીમની કેપ્ટનશિપનો અનુભવ પણ છે. કેન વિલિયમસન ગત સિઝનમાં માત્ર એક જ મેચ રમ્યો હતો અને તે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તેને આખી સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું. કેપ્ટન તરીકે કેન વિલિયમસનના આંકડાઓને જોતા ફ્રેન્ચાઇઝી કેપ્ટનશીપ માટે તેના નામ પર વિચાર કરી શકે છે.

 

Previous articleવિસનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મેગા હેલ્થ ઈવેન્ટ યોજાઇ , 4000 થી વધુ લાભાર્થીઓએ લીધો લાભ …
Next articleનડિયાદની યુવતી ન્યુયોર્ક ટાઇમ્સ સ્કવેરની સ્ક્રીન પર ઝળકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here