મુન્દ્રા : 19 જાન્યુઆરી
(પ્રતીકાત્મક તસ્વીર)
સતત ચર્ચામાં રહેતા મુન્દ્રા પોર્ટ પર વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની વાત બહાર આવવા પામી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે હની સી.એફ.એસ ખાતે જથ્થો ઝડપાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આજે દરોડા દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો ભંગારની આડમાં આ ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરવામાં આવી હતી તેવું સૂત્રોનું કહેવું છે આ સમગ્ર મામલે જુદી જુદી એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આવનારા દિવસોમાં ડ્રગ ક્યાંથી આવ્યું હતું કોને પહોંચાડવાનો હતો તેની તપાસ હાથ ધરાઇ છે અને આવનારા દિવસોમાં નવા ખુલાસાઓ થાય તેમ લાગી રહ્યું હોવાની માહિતી મળી રહી છે.