Home ચરોતર ખેડામાં કોંગ્રેસનો આંતરવિગ્રહ!મહેમદાવાદ ખાતે રાખવામાં આવેલ કોંગ્રેસના કાર્યકમનો ફિયાસ્કો!

ખેડામાં કોંગ્રેસનો આંતરવિગ્રહ!મહેમદાવાદ ખાતે રાખવામાં આવેલ કોંગ્રેસના કાર્યકમનો ફિયાસ્કો!

94
0

ખેડામાં કોંગ્રેસનો આંતરવિગ્રહ બહાર આવ્યો હોય તેમ લાગી રહ્યું છે!ખેડા કોંગ્રેસ દ્વારા મહેમદાવાદ ખાતે રાખવામાં આવેલ કોંગ્રેસના કાર્યકમનો ફિયાસ્કો થતા કોંગ્રેસના નેતાઓને મોં છુપાવવાનો વારો આવ્યો છે! વિધાનસભાની ચૂંટણીઓ તૈયારીઓના ભાગ રૂપે આયોજિત થતા આ કાર્યક્રમોની કોંગ્રેસના અગ્રણીઓ અને ધારાસભ્યોની ગેરહાજરી જિલ્લાના રાજકીય માહોલને ધમરોળ્યો છે.ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ કારોબારીની મીટીંગનું આયોજન માં 10 વાગ્યાના કાર્યક્રમમા ખુદ જેનીબેન ઠુમ્મર 12:30 ની આસપાસ એ પહોંચ્યા હતા.જ્યાં એક હજાર મહિલાઓ એકત્ર કરવાની ગણતરી રાખવામાં આવી હતી ત્યાં માત્ર એકસોથી પણ ઓછી મહિલાઓ એકત્ર થઈ હતી.જેથી કરી કોંગ્રેસની આંતરિક ખેંચતાણ ખુલ્લી પડી ગઈ છે.

ખેડા જીલ્લા મહિલા કોંગ્રેસ કારોબારીની મીટીંગનું મહેમદાવાદ ખાતે આયોજિત કરાયું હતું.આ કારોબારી મિટિંગમાં 10 વાગે શરૂ થવાની હતી પરંતુ મીટીંગમાં 1વાગ્યા સુધી પણ મહિલાઓની નહિવત હાજરીને લઈ અનેક ટીકાઓ થઈ રહી છે. સમગ્ર કાર્યક્રમમાં 10 વાગ્યાનો આપવામાં આવ્યો હતો સમય 12:30 ઉપરનો સમય થઈ ગયો હોવા છતા કોઈ આવ્યુ નહોતુ.આમંત્રણમાં મોટા મોટા નેતાઓને બોલાવવામાં આવ્યા પણ તે પણ ન દેખાયા નહોતા.આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રભારી , કપડવંજ ધારાસભ્ય કાળુસિંહજી ડાભી, મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર.ઠાસરા ધારાસભ્ય કાંતિભાઈ પરમાર, ખેડા જીલ્લા પ્રભારી વિજ્ઞાત્રીબેન પટેલ, મહિલા કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ કામિનીબેન સોની આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ દેખાયા ન હતા.

ખેડા કોંગ્રેસના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સુધાબેન ચૌહાણના આયોજનમાં મોટી વિસંગતતાઓ જણાઈ હતી.કોંગ્રેસ કાર્યકરોમાં મહિલા મોરચાના બેનરને લઈ પણ મોટી ટીકા ટિપ્પણી થઈ હતી જેને લઈ કાર્યક્રમમાંથી બેનર જ હટાવી લેવામાં આવ્યું હતું.તેમજ જીલ્લા અને તાલુકાના અગ્રણી કોંગ્રેસ આગેવાનોને નામ આમંત્રણ પત્રિકામાંથી બાકાત રાખતા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ વિરૂધ્ધ રીતસરનો મોરચો મંડાઈ ગયો હોય તેવો માહોલ નિર્માણ થયો હતો.

 

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here