Home પાટણ પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી એ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા કાર્યકરોને આહ્વાન…

પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી એ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા કાર્યકરોને આહ્વાન…

151
0
પાટણ: 11 એપ્રિલ

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા જિલ્લાના આગેવાનો કાર્યકરોને સંગઠન લક્ષી માર્ગદર્શન આપવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતું. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ સંગઠન લક્ષી બેઠકને સંબોધિત કરતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકરજીએ જણાવ્યું હતું કે
વ્યક્તિ સે બડા દલ,દલ સે બડા દેશ માટે દેશ માટે ભારતીય જનતા પાર્ટીના સૈનિકોએ વફાદાર રહી હંમેશા દેશની ઉન્નતિ ના કાર્યો કર્યા છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના સૈનિકો દ્વારા એડીચોટીનું જોર લગાવી ગુજરાતની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો દવજ લહેરાય તે માટે આહ્વાન કર્યું હતું.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં પ્રદેશ મોરચા સેલના આગેવાનો,જિલ્લા મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here