Home ક્ચ્છ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા તરીકે મહેન્દ્ર બગરીયાએ વિધીવત કાર્યભાર...

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા તરીકે મહેન્દ્ર બગરીયાએ વિધીવત કાર્યભાર સંભાળ્યો

167
0
કચ્છ : 7 એપ્રિલ

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા તરીકે સુરેન્દ્રનગરના મહેન્દ્ર બગરીયાને મુકવામાં આવ્યા છે.તેઓએ આજે વિધીવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. કાયદો વ્યવસ્થા સુધરે તે માટે એસ.પી.એ ખાત્રી આપી હતી


તેઓએ બપોરે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ૧૨ કલાકે આવી પહોંચ્યા હતા. જયાં તેઓને શિસ્તબદ્ધ રીતે આવકાર આપવામાં આવ્યો હતો. કચેરીના પંટાગણમાં મહેન્દ્ર બગરીયાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ. જે બાદ એએસપી આલોકસિંગ, ડીવાયએસપી સહિતનાઓએ આવકાર આપ્યો હતો.

નોધનીય છે કે, સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાને કાબુમાં રાખવા સારી કામગીરી કરી હતી

આવનારા દિવસોમાં પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા કડક પગલાં લેશે તેવું તેમણે ઉમેર્યું હતું

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here