Home પંચમહાલ જીલ્લો કાલોલની અમૃત વિદ્યાલયમાં  સાયબર ક્રાઇમ સેલ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કાલોલની અમૃત વિદ્યાલયમાં  સાયબર ક્રાઇમ સેલ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

94
0

કાલોલ ખાતે આવેલી અમૃત વિદ્યાલય  ખાતે શાળાના આચાર્ય  વિપિન બારીયા તેમજ શિક્ષક ગણના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ અંતર્ગત વિધાર્થીઓમાં જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના વિધાર્થીઓને આજના યુગમાં થતાં સાઇબર ક્રાઇમની માહિતી ઉદાહરણ સહિત સમજાવી હતી. ગોધરા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા જણાવ્યું હતું કે આજના ટેક્નોલોજીના યુગમાં  અવાર નવાર બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. વર્તમાન ટેક્નોલોજીના યુગમાં અનેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ વધુ કરવા લાગ્યા છે.પરંતુ ટેક્નોલોજીના આજના જમાનામાં તેના ફાયદા સાથે ગેરફાયદા પણ જોવા મળે છે. ગોધરાની ટીમ દ્વારા સાઈબર ક્રાઇમ ના વિવિધ પ્રકારો,સાયબર અપરાધીની અપરાધ કરવાની પેટર્ન,આવા અપરાધથી બચાવ માટેના ઉપાયો સહિત ની વિસ્તૃત માહિતી થી વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમજ હેલ્પલાઈન નંબર વિશે માહિતગાર કરી સમજ આપી હતી. તેમજ પરિવાર કે સમાજમા  કોઈ વ્યક્તિ સાઇબર ક્રાઇમનો ભોગ બને તો તેમને મદદરૂપ થવા માટે સલાહ આપી હતી. અંતમા શાળાના આચાર્ય દ્વારા સર્વેનો આભાર માની કાર્યક્ર્મ પુરો કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here