Home પાટણ પીએમ પોષણ યોજના અંતર્ગત અઘાર ગામે રસોઈ સ્પર્ધા યોજાઇ…

પીએમ પોષણ યોજના અંતર્ગત અઘાર ગામે રસોઈ સ્પર્ધા યોજાઇ…

180
0
પાટણ : 26 માર્ચ

સરસ્વતી તાલુકા અઘાર ગામે પી.એમ. પોષણ યોજના અંતર્ગત કુકીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 21 સંચાલક, રસોયા મદદનીશે ભાગ લીધો હતો. વિજેતા થનાર ને 5000 રૂપિયાનું રોકડ ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

સરસ્વતી તાલુકામાં પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત રસોયા,મદદનીશ સંચાલકોને પ્રોત્સાહિત કરવા માટે શનિવારે કુકીંગ સ્પર્ધા સરસ્વતી તાલુકાના અઘાર ગામે કન્યા શાળામાં યોજાઈ હતી. જેમાં 21 સંચાલક, રસોયા મદદનીશે ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલાને રૂ.5 હજાર, દ્વિતીય ક્રમે આવનારને 3 હજાર અને તૃતિય ક્રમે આવનારને રૂ 2 હજારનું ઈનામ તથા પ્રમાણપત્ર સરસ્વતી તાલુકા મામલતદાર કે.કે.રણાવાસીયાના હસ્તે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એસ.કે.સોલંકી નાયબ મામલતદાર તથા જીગર મોદીએ કર્યું હતું.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here