Home ક્ચ્છ પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે બેઠકનું...

પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે બેઠકનું આયોજન

98
0
કચ્છ : 10 માર્ચ

વિધાનસભાના અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્યએ પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા સંબંધિત વિભાગના અધિકારી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિવ અને મંત્રી સ્તરે બેઠક યોજી હતી. તેમાં પાણી પુરવઠાની “નલ સે જલ” યોજના તેમજ ભુજ તાલુકાના ઝુરા ગામ નજીક કાયલા ડેમ સાઇટથી દૂર કાયલા-ર નાની સિંચાઇ યોજના શરૂ થવા અંગે રૂા.૩૧૦ લાખના ખર્ચે મંજૂર થયેલ કાઢવાંઢ બંધારા દ્વારા જમીનનું ધોવાણ અટકાવવા અંગે તેમજ બન્ની વિસ્તારને હરીયાળો અને ખેતી લાયક બનાવવા તેમજ પશુઓના ધાસચારા માટે બન્ની પ્રદેશના વિકાસ અંગે સવિસ્તાર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવેલ હતી.

રાજયનું કોઇ ગામ. વિસ્તાર કે પરિવાર પીવાના પાણીની સુવિધાથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ રાજય સરકારની “નલ સે જલ” યોજનાનો કચ્છ જીલ્લામાં અસરકારક અમલ થાય તે માટે વન વિભાગના સ્થાનિક અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવેલ પાઇપલાઇનનું કામ વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગના પરામર્શમાં રહી પ્રજાના હિતમાં શરૂ કરવામાં આવે તે માટે સચિવ અને મંત્રી સ્તરની તબકકાવાર બેઠકો યોજીને પાણી પુરવઠાની પાઇપલાઇનના અટકાવેલ કામને તાકીદે મંજૂરી આપવા વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ અનુરોધ કર્યો હતો અને તેના થકી બન્ની વિસ્તારના નાગરિકોમાં લાંબા સમયથી પડતર રહેલ આ બાબત ઉકેલાશે તેવી આશા જાગી છે અને તે પ્રત્યે સંતોષ અને આનંદની લાગણી વ્યકત કરેલ છે. –

ભુજ તાલુકાના ઝુરા ગામથી આશરે ૬.૦૪ કિ.મી. દૂર હેઠાવાસમાં વન વિભાગ દ્વારા NOC ન આપવાના કારણે લાંબા સમયથી પડતર રહેલ કાયલા-૨ નાની સિંચાઇ યોજના સિંચાઇ તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે તથા પશુપાલન પ્રવૃતિ માટે અને પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કાયલા-ર નાની સિંચાઇ યોજનાનું બાંધકામ તાકીદે શરૂ કરવા વિધાનસભાના અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્યએ મંત્રી સ્તરે બેઠક યોજીને આ સમસ્યાનો હલ લાવવા તાકીદ કરી હતી. ભુજ મત વિસ્તારની ગ્રામીણ જનતાને તેનો વ્યાપક લાભ મળશે તેવી આશા તેમણે વ્યકત કરેલ હતી.

– રૂ।.૩૧૦ લાખ જેટલી માતબર રકમ ખર્ચીને મંજૂર થયેલ કાઢવાંઢ બંધારાથી ખાવડા વિસ્તાર ખાતે આવતું પાણી રોકાશે. ચોમાસામાં પાણી મળતા લોકોના સ્થળાંતરનો પ્રશ્ન ઉકેલાશે તથા જમીનની ખારાશ આગળ વધતી અટકાવી શકાશે. આ કામ માટે સચિવ તથા મંત્રીશ્રી સ્ટારની બેઠક યોજીને વન વિભાગ દ્વારા તાત્કાલિક NOC અપાઇ જાય અને કચ્છની જનતાને આ સિંચાઇ યોજનાનો લાભ મળે તે માટે વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ આ દિશામાં કાર્યવાહી માટે પહેલ કરતા ભુજ મત વિસ્તારના નાગરિકોમાં સંતોષ અને આનંદની લાગણી વ્યાપેલ છે. આ યોજનાથી ખેડૂતો, પશુપાલકો તથા મોટાભાગની ગ્રામીણ જનતાને લાભ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here