પાટણ : 20 જાન્યુઆરી
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે શહેર ભાજપની પેજ સમિતિની બેઠક પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કેસી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકતાઓને ઓનલાઈન માર્ગદર્શન આપ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વ હેઠળ આગામી પેજ સમિતિના આયોજન અને સંગઠનાત્મક કાર્યો અંગે ગુજરાતના તમામ 579 મંડળોના કાર્યકર્તાઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી.જે અંતર્ગત પાટણ શહેર ભાજપની પ્રદેશ પુર્વ મહામંત્રી કે.સી.પટેલ ના અધ્યક્ષ સ્થાને મંડલ બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ તબક્કાવાર રીતે જિલ્લાના મંડળોને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.જેમાં પ્રદેશ યુવા મોરચા મહામંત્રી નરેશભાઇ દેસાઈ, જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, શહેર પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી, મહામંત્રી ગૌરવભાઇ મોદી અને ધર્મેન્દ્રભાઇ પટેલ તેમજ જિલ્લા/શહેર પદાધિકારીઓ, શકિત કેન્દ્ર સંયોજકો/પ્રભારીઓ, જિલ્લા મોરચા પદાધિકારીઓ અને શહેર મોરચા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.