Home પાટણ પાટણ રોટરી ક્લબનો 49 મો સ્થાપના દિવસ ઉજવાયો….

પાટણ રોટરી ક્લબનો 49 મો સ્થાપના દિવસ ઉજવાયો….

147
0
પાટણ : 16 માર્ચ

સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર એવી રોટરી ક્લબ પાટણના ૪૯મા સ્થાપના દિવસની ઉજવણી રોટરી ભવન ખાતે ડો હરેશભાઈ મોદી અને ડો મિતાબેન મોદી ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં રોટેરિયન સભ્યોએ કેક કાપી કરી હતી.આઉપરાંત સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

રોટરી રોટરી ક્લબના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત રોટરી હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમા ઓર્ગેનિક ખેતી અને મધ ઉછેર કરવા બદલ તન્વી પટેલ, રમત ગમત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લઈ જઈ પાટણ જિલ્લાનું નામ રાજ્ય અને દેશમાં ગુંજતું કરવા બદલ હાજીપુર ટ્રેનર રમેશ દેસાઈનું, અને કટકિયાવાડા ના યુવાનો દ્વારા કરવામાં આવતી જીવ દયા ની સેવાકીય પ્રવૃત્તિ બદલ રોટરી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડો મિતાબેન મોદી દ્વારા રોટરી ની પ્રવૃતિઓ અને બ્લડ બેંક ની સેવા ને બિરદાવી સન્માનિત થયેલા વ્યક્તિઓ ને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં હરેશભાઈ પટેલ, કલબ ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિ સહિત રોટેરિયન મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્થાપના દિવસ ની ઉજવણી કરી હતી.

 

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here