Home પાટણ પાટણ પદ્મનાભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓની પ્રમાણિકતા: મૂળમાલિકને રોકડ રૂપિયા પરત કર્યા…

પાટણ પદ્મનાભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓની પ્રમાણિકતા: મૂળમાલિકને રોકડ રૂપિયા પરત કર્યા…

131
0
પાટણ : 11 માર્ચ

મોટાભાગની પોલીસની કામગીરીને લોકો શંકાની નજરે જોતાં હોય છે. ત્યારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના તાબામાં આવતા પદ્મનાભ ચાર રસ્તા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કમૉચારીઓએ પોલીસની ઈમાનદારના દશૅન કરાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

પાટણ શહેરના પદમનાભ ચાર રસ્તા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એએસઆઈ મહેન્દ્રભાઈ અને કોન્સ્ટેબલ બકુલભાઈ ગુરુવારે પોતાનાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે નવીન રેડકોષૅ ભવન માગૅ પરથી પસાર થતા તેઓની નજરે રોડ પર પડેલ બેગ ઉપર પડતાં તેઓએ તે બેગ લઈને પોલીસ ચોકી ઉપર આવી તેની તપાસ કરતા બેગ માંથી રોકડ રકમ રૂ.18 હજાર સહિત અગત્યના બીલ, કાગળો મળી આવતાં બન્ને પોલીસ કમૅચારીએ બીલ અને કાગળ ઉપરથી બેગ નાં માલિક પાટણના શાકભાજીના વેપારી કમલેશભાઈ ને પોલીસ ચોકી ઉપર બોલાવી જરૂરી પુછપરછ કરી પોતાની ઉઘરાણીના રૂપિયા 18000 સાથે ની બેગ પરત કરતાં વેપારી કમલેશભાઈ દ્વારા બન્ને પોલીસ કમૅચારીઓનો આભાર વ્યક્ત કરી પોલીસની ઈમાનદારી સાથે ની ફરજ નિષ્ઠાને સરાહનીય લેખાવી હતી.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here