Home પાટણ પાટણ જિલ્લા પોલિસ અધિક્ષકને માન સન્માન સાથે વિદાય અપાઈ…

પાટણ જિલ્લા પોલિસ અધિક્ષકને માન સન્માન સાથે વિદાય અપાઈ…

130
0
પાટણ: 5 એપ્રિલ

પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે પ્રસંશનિય ફરજ બજાવી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે બદલી થતા અક્ષયરાજ મકવાણાનો પાટણ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો . ગઈકાલે સોમવારની સંધ્યાએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શુભેચ્છા સહ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે 4 ઓક્ટોબર , 2019 ના રોજ ચાર્જ સંભાળ્યા બાદ અક્ષયરાજ મકવાણાએ પ્રજા વચ્ચેના સેતુરૂપ બની અનેક ગુનાઓને ઉકેલવામાં જિલ્લા પોલીસને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું . તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિ અને ભાઈચારાની મિસાલ ઉભી કરવાની તેમની કામગીરી પ્રસંશનિય રહી છે.


કોરોનાની વૈશ્વિક મહામારીનાં સમયમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં તેઓએ સારી એવી કામગીરી કરી પાટણ જિલ્લાના લોકોમાં આગવી લોકચાહના પ્રાપ્ત કરી હોવાનું ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું . કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન સિદ્ધપુરના ડીવાયએસપી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું . કાયેક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા જિલ્લા પોલીસ વડા તરીકે પાટણ જિલ્લામાં પ્રસંસનિય ફરજ બજાવનાર અક્ષયરાજ મકવાણાને વિવિધ મોમેન્ટો આપી અભિવાદન સાથે શુભેચ્છાઓ પાઠવાઈ હતી . તો જિલ્લા પોલીસ પરિવાર વતી અક્ષયરાજ મકવાણા સહિત તેમના માતા પિતા અને ધર્મપત્નીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું .

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના શુભેચ્છા સન્માન સમારોહ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી , જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા સહિતના પોલીસ અધિકારીઓ , પાટણના જાણીતા આગેવાનો , તબીબો , વકિલો , રાજકીય આગેવાનો સહિત શહેરના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here