પાટણ : 22 જાન્યુઆરી
કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષાકવચ પુરૂં પાડતી કોરોના પ્રતિરોધક રસી 15થી 17 વર્ષના તરૂણોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી. બે દિવસીય વેક્સિનેશન ડ્રાઈવના પ્રથમ દિવસે જિલ્લાના 2300થી વધુ તરૂણોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો.
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના નેતૃત્વમાં આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે કોરોના પ્રતિરોધક રસીકરણ માટે અસરદાર આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.22 જાન્યુઆરીના રોજ જિલ્લાના 220 જેટલા સ્થ ળોએ 15થી 17 વર્ષની વયજૂથના 2,300થી વધુ તરૂણોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તા.23 જાન્યુઆરી, 2022ના રોજ વેક્સિનેશન ડ્રાઈવના બીજા દિવસે મોટી સંખ્યામાં તરૂણો રસીકરણ કરાવે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.