પાટણ: 4 એપ્રિલ
વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 27 આઇપીએસ અધિકારીઓની બદલી થઇ છે.છેલ્લા અઢી વર્ષથી પાટણ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતાં અક્ષયરાજ મકવાણાની શનિવારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી થઈ છે . જ્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદ ખાતે ડીસીપી ઝોન -2 માં ફરજ બજાવતા વિજય પટેલની નિમણૂક કરવામાં આવી છે.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પાટણમાં એસપી તરીકેનું પ્રથમ પોસ્ટીંગ હતું . કાર્યકાળ દરમિયાન ભુજ રેન્જમાં સૌથી વધુ ગુજસીટોકના ગુના દાખલ કરી બે ગેંગોને જેલમાં ધકેલી છે , રેન્જમાં સૌથી વધુ આ જિલ્લાનું ડિટેકશન છે . ઓઇલ ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે એક પણ હત્યા કે લૂંટ ડિટેક્સન બાકી નથી.તમામ મોટી ચોરીઓના ભેદ ઉકેલી દીધા છે . લેન્ડ ગ્રેબિગમાં 20 થી વધુ જમીન સરકારને પરત અપાવી છે . કોરોનામાં ઓક્સિજન માટે ખૂબ મહેનત કરી હતી ઇન્જેક્શન તેમજ કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની જાણકારી માટે એપ્લિકેશન બનાવી હતી . રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાની મિટિંગમાં ડી.જીએ ગૃહમંત્રીને ધ્યાને મૂકી હતી . અકસ્માતમાં ઘટાડો થાય તે માટે પણ પ્રયાસો કર્યા છે .