Home પાટણ પાટણ ખાતે શહેર ભાજપની બેઠક મળી…

પાટણ ખાતે શહેર ભાજપની બેઠક મળી…

121
0
પાટણ : 28 માર્ચ

 

પાટણ શહેરના નારસુંગા વીર દાદા ના મંદિર ખાતે પાટણ શહેર ભાજપની ટિફિન બેઠક યોજવામાં આવી હતી જેમાં પાટણ શહેરમાં બે મહિના સુધી સનાળા કાર્યક્રમોના આયોજન અંગેની ચર્ચા વિચારણાઓ ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.

પાટણ શહેરના નારસુંગા વીર દાદા ના મંદિર ખાતે શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ હતી જેમાં 1લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પાટણ ખાતે થનાર હોય તે અંગેની ચર્ચાઓ તેમજ પાંચમી તારીખે સક્રિય સભ્યોના સંમેલનના આયોજન અંગે તથા ૮મી એપ્રિલે પ્રદેશ યુવા ભાજપની બાઇક રેલી પાટણ ખાતે આવનાર હોય તેના આયોજન અંગે અને પેજ સમિતિના સભ્યો નું સંમેલન પાટણ ખાતે યોજવા અંગે ની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રદેશ પુર્વ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, જીલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, શહેર પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલ,શહેર પ્રભારી સી.સી.ઠકકર, પુર્વ પ્રમુખ હેમંતભાઈ તન્ના, મહેન્દ્રભાઇ પટેલ, સુરેશભાઈ જે પટેલ તથા મહામંત્રી ગૌરવભાઇ મોદી સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here