પાટણ: 21 એપ્રિલ
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોઈ કારણોસર પરીક્ષાથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની પૂરક પરીક્ષાઓનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટી સંલગ્ન નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં આર્ટસ કોલેજના પરીક્ષા કેન્દ્ર ખાતે ૨૨ બ્લોકમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના ૭૦૦થી વધુ વિધાર્થીઓ રજીસ્ટ્રેશન થવા પામ્યુ છે ઓક્ટોબર ડિસેમ્બર 2021 ની પરીક્ષા દરમિયાન કોરોના મહામારી તેમજ અન્ય કોઇ કારણોસર પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા આ પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ આર્ટ્સ કોલેજના પરીક્ષા કેન્દ્રના 22 બ્લોકમાં llb સેમેસ્ટર 5,bba સેમેસ્ટર 5,bca સેમેસ્ટર 5 , અને એમએસસી આઈટી સેમેસ્ટર 5 તથા એલએલબી સેમેસ્ટર 3 ની પુરક પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરીક્ષાનું સુચારુ રીતે આયોજન ગોઠવાયું છે કે નહીં તે માટે યુનિવર્સિટીના કુલપતિ ડૉ જે.જે.વોરા અને પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ આર્ટસ કોલેજના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ વ્યવસ્થા અંગે નું નિરીક્ષણ કર્યું હતું. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે તમામ બ્લોકમાં સીસી ટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે.