Home સુરેન્દ્રનગર સંચારી રોગ અટકાયત માટે કલેક્ટરના અધ્‍યક્ષસ્‍થાને સમિતિની બેઠક યોજાઇ

સંચારી રોગ અટકાયત માટે કલેક્ટરના અધ્‍યક્ષસ્‍થાને સમિતિની બેઠક યોજાઇ

205
0
સુરેન્દ્રનગર : 21 એપ્રિલ

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં સંચારી રોગ અટકાયત માટે સમિતિની બેઠક કલેક્ટર કે. સી. સંપટના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં અધ્‍યક્ષસ્‍થાનેથી કલેકટરશ્રી કે. સી. સંપટે જણાવ્‍યું હતું કે, દરેક ગામ કે શહેરી વિસ્‍તારમાં પીવાનું પાણી ચોખ્‍ખુ મળી રહે તેમજ ગંદકી નાબૂદી, ગટર સફાઈ અને કચરાના નિકાલ અંગેની વ્‍યવસ્‍થા ગોઠવવા તેમજ હોટલ/રેસ્‍ટોરન્‍ટ/બરફની ફેકટરીઓ વગેરે જગ્‍યાએ સ્‍વચ્‍છતાના ધોરણો જળવાય અને ખાદ્ય પદાર્થો આરોગ્‍યપ્રદે વહેચાય તે બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પાણીજન્‍ય રોગચાળો થતો અટકાવવા જરૂરી પગલા લેવા પણ વધુમાં જણાવ્‍યું હતું.
આ બેઠકમાં મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ચંદ્રમણી કુમાર સહિત સબંધિત ખાતાના સંલગ્‍ન અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here