પાટણ: 16 એપ્રિલ
પાટણ શહેરના વિવિધ હનુમાન મંદિરો ખાતે આજે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હનુમાન દાદાના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી
પાટણમાં સવારથી જ વિવિધ હનુમાન મંદિરો ખાતે દર્શન માટે ભકતોનો ભારે ધસારો જોવા મળ્યો હતો જેને લઇને મંદિરોમાં લાંબી લાઈનો જોવા મળી હતી શનિવાર અને હનુમાન જયંતિ નો જોગાનુજોગ સમન્વય થતાવિવિધ મંદિરોમાં મારુતિ યજ્ઞ,રામધુન, સુંદરકાંડ, હનુમાન ચાલીસા સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા
પાટણ શહેર સહિત પંથકમાં પંચમુખી હનુમાન દાદા નું એક જ મંદિર હોવાથી આ મંદિર ખાતે વિવિધ ધાર્મિક તહેવારો ની હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે શનિવાર અને હનુમાન જયંતિનો જોગાનુજોગ સમય થતાં મંદિર ખાતે સવારથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને દર્શન માટે મંદિરમાં લાઈનો લાગી હતી શ્રદ્ધાળુઓએ પંચમુખી હનુમાન ના દર્શન કર્યા હતા સાથે સાથે આ પવિત્ર જગ્યા ઉપર આવેલ અખંડ અઘોરી ધોળી અને નર્મદા ગીરી મહારાજ ની ગુરૂગાદી તથા અનેક અઘોરી મહારાજની સમાધિ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હનુમાન જયંતિ નિમિત્તે મંદિર પરિસર ખાતે રામધૂન અને સુંદરકાંડ પાઠ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુકેશ નાયક અને અમીતા નાયકે સુંદરકાંડના પાઠનું ગાન કરાવતા શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન બન્યા હતા.