Home પાટણ પાટણમાં વૃદ્ધ મહિલાને ખેતરના આરોપીને પાટણ પોલીસે અમદાવાદથી ઝડપાયો….

પાટણમાં વૃદ્ધ મહિલાને ખેતરના આરોપીને પાટણ પોલીસે અમદાવાદથી ઝડપાયો….

184
0
પાટણ : 10 માર્ચ

પાટણમાં બગેશ્વર મહાદેવ મંદિર ની પાછળ ના ભાગે એક વયોવૃદ્ધ મહિલાને બે અજાણ્યા શખ્સોએ વાતોમાં ભોળવી તેમની પાસેથી સોનાના દાગીના સિફત પૂર્વક સેરવી લઈ પલાયન થઈ ગયા હતા જે બાબતે ગણતરીના દિવસોમાં જ પાટણ બી ડિવિઝન પોલીસે એક શખ્સને અમદાવાદ ખાતેથી ઝડપી લઇ દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

પાટણમાં સિનિયર સીટીઝન મહિલા ને છેતરી દોઢ લાખના ઘરેણાં તફડાવી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પાટણ માં બગેશ્વર મહાદેવ મંદિર ના પાછળના ભાગેથી રસ્તે ચાલીને એક વયોવૃદ્ધ મહિલાને પસાર થઇ રહી હતી તે દરમિયાન બે અજાણ્યા ઈસમોએ મહિલાને દાગીના ડબલ કરી આપવાની લાલચ આપી દોઢ લાખના દાગીના સેરવી લીધા હતા જેમાં સોનાની ત્રણ તોલાની બે બંગડી, ગળામાં પહેરેલ સોનાની બે તોલાની ચેન અને અડધા તોલાની વીંટી મળી કુલ ૧,૫૦ લાખ નો મુદ્દામાલ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસે વૃદ્ધ મહિલાની ફરિયાદ ના આધારે ચક્રો ગતિમાન કરી સીસીટીવી ફૂટેજ ને આધારે અમદાવાદના કનૈયા ડાભી નામના ઈસમને ગણતરી ના દિવસ માં ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય એક શખ્સ ને પકડવા કવાયત હાથ ધરાઈ છે.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here