પાટણ : 17 માર્ચ
પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં પૈસા ભર્યા વગર લગાડવામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના જાહેરાતોના બેનર ઉપર આજે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયાએ કાળો કલર કરી હોળીની ઉજવણી કરી હતી. કોંગ્રેસના આ અનોખા વિરોધ થી પાટણ નું રાજકારણ ગરમાયું છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગર સેવક ભરત ભાટીયાની અરજીને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા રાજકીય પાર્ટી ના બેનરો ન ઉતારતા હોળીના દિવસે કોંગ્રેસના કાર્યકરોએ શહેરના ખાન સરોવર પાસે તેમજ સાઈબાબા ત્રણ રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય પ્રધાનને આવકારવા માટે લગાવેલા જાહેરાતના બેનરો ઉપર કાળો કલર કરી હોળીની ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા જાહેરાતના બેનરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,અમિત શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ,પ્રદેશ પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિત ભાજપાના આગેવાનો ના ફોટા ઉપર કાળો કલર કરતા પાટણ નુ રાજકારણ ગરમાયું છે.