Home પાટણ પાટણમાં મહાલક્ષમી માતાની વર્ષ ગાંઠની કરાઈ ઉજવણી…..

પાટણમાં મહાલક્ષમી માતાની વર્ષ ગાંઠની કરાઈ ઉજવણી…..

106
0
પાટણ : 22 માર્ચ

પાટણ શહેરમાં વસતા સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા પરંપરાગત રીતે મહાલક્ષમી માતાજીની વર્ષ ગાંઠની હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

પાટણ સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ જ્ઞાતિ ની વાડી માં રંગ પંચમી એટલેકે શ્રી મહાલક્ષ્મી માતાજી ની વર્ષ ગાંઠ ની ઉજવણી ખુબજ ધાર્મિક મય માહોલ માં કરવામાં આવી હતી. વાડી ખાતે બિરાજમાન શ્રી મહાલક્ષ્મી માતા ને સુંદર ફૂલો ની આંગી થી સુશોભીત કરવામાં આવ્યા હતા તો માતાજી ની વર્ષ ગાંઠ નિમિત્તે વાડી ખાતે નવ ચંડી યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ વિજય કુમાર બાબુલાલ ત્રિવેદી એ લીધો હતો ત્યારે વિદ્વાન બ્રહ્મણો ના મંત્રોચાર સાથે યજ્ઞ ની શરૂઆત થતા ભક્તિમય માહોલ બની જવા પામ્યો હતો તો સાંજ ના સુમારે યજ્ઞ ની પુર્ણાહુતી સમયે મોટી સંખ્યા માં જ્ઞાતિજનો દર્શન નો લાભ લેવા પહોંચ્યા હતા.

અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ્ઞાતિની મહિલા મંડળ દ્વારા માતાજીના સન્મુખ આનંદના ગરબનું ગાન પણ કરવામાં આવ્યુ હતું. તો વાડી ખાતે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું તો પ્રસંગ માં જ આવતા નવા વર્ષ માટે નવ ચંડી યજ્ઞ માટે ઉછેણી બોલાવામાં આવી હતી ત્યારે આ સમગ્ર પ્રસંગ નું આયોજન જ્ઞાતિ ના પ્રમુખ શક્તિભાઈ ત્રિવેદી, ઉપ પ્રમુખ ગૌરાંગ ભાઈ ત્રિવેદી,

મંત્રી ચંદ્રવદન ભાઈ ત્રિવેદી, વાડી મંત્રી દુષ્યંત ત્રિવેદી,શિક્ષણ મંત્રી અશોક ભાઈ ત્રિવેદી સહીત કારોબારી સભ્યો દ્વારા કરાયુ હતું.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here