પાટણ : 26 માર્ચ
પાટણ શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા સતત ૧૨ કલાક ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ-અલગ કલાકારોએ ૧૧૧ જેટલા ગીતો રજુ કરતા શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા.
પાટણ શહેરમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સંગીતના સુરો ક્યાંકને ક્યાંક દબાયા હતા પરંતુ હવે જ્યારે કોરોના સંક્રમણ હળવું થયું છે ત્યારે પાટણ શહેરમાં ફરી વાર સંગીતના સૂરો રેલાઇ રહ્યા છે શહેરના સંદીપ સ્વર મ્યુઝિકલ કલબ દ્વારા મનમીત સંઘ પ્રીતનો ગીત સંગીતનો રંગારંગ કાર્યક્રમ ગાંધી સ્મૃતિ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો કરાઓકે મ્યુઝિક સિસ્ટમ ઉપર ગાયકો દ્વારા અલગ-અલગ ગીતો ગાવામાં આવ્યા હતા જેનું શ્રવણ કરી ને ઉપસ્થિત મહાનુભાવો મંત્રમુગ્ધ બન્યા હતા.