પાટણ : 19 માર્ચ
પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના દ્વારા શહેરના બગવાડા દરવાજા,જુના ગંજ બજાર અને હિંગળાચાચર ચોક ખાતે રંગોત્સવ ધુળેટી પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો એ એકબીજા ઉપર અબીલ ગુલાલની છોળો ઉડાડી રંગોત્સવની ઉજવણી કરી હતી.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને કારણે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચાલુ વર્ષે કોરોના સંક્રમણ કરે છે તેને લઈને સરકારે પણ જાહેર કાર્યક્રમો મેળાવડાઓ અને તહેવારોની ઉજવણી કરવા માટેની છૂટછાટો આપી છે ત્યારે રંગોત્સવ ના પર્વ ધૂળેટીની લઈને પાટણ શહેરમાં અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો.
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તિલક હોળીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી ની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ એકબીજા ઉપર અબીલ ગુલાલ ઉડાડી વોટર કેંનન ઉપયોગ કરી ડીજેના તાલે કાર્યકરો ઝુમી ઉઠયા હતા. પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલે સેલ્ફી જિલ્લાવાસીઓ ને ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી તો હવેલી મંદિર ખાતે યોજાયેલા ડોલોત્સવ કાર્યક્રમ ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી અને ઠાકોરજીના ચાર ખીલા દર્શન કરી ધન્યતા અનુભવી હતી.