પાટણ : 28 માર્ચ
પાટણમાં યુવા ભાજપ દ્વારા શહેરની વિ કે ભુલા હાઈસ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ઉજ્વળ કારકિર્દી માટે ની શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે પાટણ શહેરની વિ કે ભુલા હાઇસ્કુલ ખાતે પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ અને ભાજપના કાર્યકરોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા મેળવી ઇચ્છિત ક્ષેત્રમાં આગળ વધી પોતાની કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.