Home પાટણ પાટણમાં ભાજપ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર કીટ વિતરણ કરાઈ…

પાટણમાં ભાજપ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર કીટ વિતરણ કરાઈ…

124
0
પાટણ: 8 એપ્રિલ

પાટણ શહેરની નૂતન વિનય મંદિર ખાતે શહેર ભાજપ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ પ્રદેશના પૂર્વ મહામંત્રી કે.સી પટેલની ઉપસ્થિતિમાં કરાયું હતું.

રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે આ યોજનાઓ મુજબ રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત પાટણ શહેર ભાજપ દ્વારા પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ ની ઉપસ્થિતિ વચ્ચે નુતન હાઇસ્કુલ ખાતે આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર કીટ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ સમાજમાંથી કુપોષણ દૂર કરવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં જીલ્લા મહામંત્રી ભાવેશ પટેલ, મનોજ પટેલ ઈશ્વરભાઈ પટેલ દેવજી પરમાર સહિતના જિલ્લાના અને શહેરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here