પાટણ: 15 એપ્રિલ
આધારિત ખેતી ઝીલીયા ગાંધી આશ્રમના સ્થાપક અને પ્રખર ગાંધીવાદી નેતા માલજીભાઈ દેસાઈ નું પદ્મશ્રી એવોર્ડ આપી સન્માન કરવામાં આવતા સમગ્ર સમાજ ગૌરવની અનુભવી રહ્યો છે ત્યારે શુક્રવારે સમસ્ત માલધારી સમાજ દ્વારા પાટણ યુનિવર્સિટી ખાતે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈની રજતતુલા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંતો મહંતો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તરગુજરાતના પ્રખર ગાંધીવાદી અને ઝીલ્યા આશ્રમ ના સંસ્થાપક માલજીભાઈ દેસાઈ ને 26 જાન્યુઆરી 2022 નાં રોજ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપી તેમનું સન્માન કરવા માં આવ્યું હતું 87 વર્ષીય બુઝર્ગ યુવાન એવા માલજીકાકા ને આ સન્માન ને લઈ સમગ્ર ઉત્તર ગુજરાત વાસીઓ તેમજ માલધારી સમાજ માટે ગૌરવ નો પ્રસંગ બન્યો છે માલજીકાકા નું સન્માન સ્વૈચ્છિક સંસ્થાઓ રાજકીય પક્ષો દ્વારા તેમના નિવાસ સ્થાને થયેલ પરંતુ સમગ્ર ગુજરાત ના માલધારી સમાજ એ તેમના માટે વિશિષ્ઠ આયોજન કર્યું હતું
પાટણ યુનિવર્સિટી ના કેમ્પસ માં સમગ્ર માલધારી સમાજ દ્વારા રજત તુલા અને સન્માન સમારંભ ગોઠવ્યો હતો સમારંભ ના સ્થળે ખૂબજ મોટી સંખ્યા માં માલધારી સમાજ ના ભાઈ બહેનો વડીલો ની હાજરી ધ્યાનાકર્ષક હતિ કાર્યક્રમ ની શરૂઆત માં માલજીકાકા ની કારકિર્દી ની શરૂઆત ની રૂપ રેખા આપવા માં આવી હતી જેમાં તેમના કોંગ્રેસ સાથે ના સંસ્મરણો ,ઝીલ્યા આશ્રમ ની શરૂઆત સહિત શિક્ષણ ,સમાજસેવા , આર્થિક સામાજિક તકલીફો વચ્ચે આજે તેઓ 87 વર્ષે પદ્મશ્રી ના હકદાર બન્યા તેમ જણાવ્યું
આજ ના આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું
સન્માન ના પ્રતિભાવ માં મલજીકાકા ભાવુક થઈ ગયા હતા અને આજ નાં આપ્રસંગે આવેલ તમામ દાન તેવો કન્યા કેળવણી અને શિક્ષણ પાછલ ઉપયોગ થશે
સ્પીચ.રઘુભાઈ દેસાઈ