Home પાટણ પાટણમાં કોરોના નો વિસ્ફોટ- 90 કેશ: જિલ્લામાં 236 કેસ..

પાટણમાં કોરોના નો વિસ્ફોટ- 90 કેશ: જિલ્લામાં 236 કેસ..

26
0

પાટણ: 22 જાન્યુઆરી


પાટણ જિલ્લામાં કોરોના ના કેસ માં સતત તેજી સાથે પોઝિટિવ કેસો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.ત્યારે શનિવારે જિલ્લામાં નવા 236 કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 1421 ઉપર પહોંચ્યો છે. કોરોના કેસોમાં સતત વધારો થતા જિલ્લાવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે તો વહીવટીતંત્ર પણ દોડતું થયું છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં દિવસે દિવસે સંક્રમણ સતત વધારો થતાં કોરોના કેશોની સંખ્યા વધી રહી છે. ત્યારે શનિવારે વધુ 236 નવા કેસ સામે આવતાં આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઇ છે. નોંધાયેલા નવા કેસોમાં પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થી જ એકી સાથે 97 કેસ પોઝિટિવ આવતા શહેરીજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તો પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 32 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે આમ શનિવારે એક જ દિવસમાં પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 129 કોરોના પોઝિટિવ નોંધાયા છે.

311 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં ત્રણ દર્દીઓ હોસ્પિટલમાંમાં સારવાર હેઠળ છે. જ્યારે 871 દર્દીઓ હોમ એસોલેસનમાં છે. આમ જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંક 1421 પર પહોંચ્યો છે


અહેવાલ : પ્રતિનિધિ પાટણ 
Previous articleકચ્છમાં નર્મદા કેનાલ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોની સંપાદન કરેલ જમીનનું પુરતું વળતર ના મળતા રોષ
Next articleઆરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં શહેર ભાજપ ઉપપ્રમુખનું પક્ષ થી નારાજગી જતાવતા રાજીનામુ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here