Home પાટણ પાટણમાં કાલિકા મંદિર સામેના કુંડની સાફ સફાઇ હાથ ધરાઈ….

પાટણમાં કાલિકા મંદિર સામેના કુંડની સાફ સફાઇ હાથ ધરાઈ….

166
0
પાટણ: 22 એપ્રિલ

પાટણાના પ્રાચીન નગરદેવી કાલીકા માતાના મંદિરની સામે આવેલ કાલીકા કુંડો પુનઃ જીવંત કવાની કામગીરી શરૂ કરવામાં આવી છે . પ્રાચીન પાટણના ધરતીમાં અનેક ઐતિહાસિક સ્મારકો ધરબાયેલા છે ત્યારે તેના ઉત્ખનન મા આવા સ્મારકોને પુનઃ જીવંત કરવામાં આવ્યા છે . છેલ્લા ઘણા વર્ષોથી કાર્તીકા ફુડ જમીનની નીચે દબાઈ જતાં તેની ઐતિસિક ગરીમા લુપ્ત થઈ ગઈ હતી ત્યારે આજે કુંડને પુનઃ જીવંત કરવાની અને તેની સાફ સફાઈ કવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાટણના મહાન પ્રતાપી રાજા સિધ્ધરાજ જયસિંહેપ્રાચીન પાટણમાં અનેક ઐતિહસિક સ્મારકો અને શિલ્પસ્થાપત્યોની સ્થાપના કરી હતી . ત્યારે સિધ્ધરાજ જયસિંહ સ્થાપીત નગરદેવી કાલીકા મંદિરની સામે આવેલ કાલીકા કુંડ ૧૧૨૩ માં બંધાવવામાં આવ્યો હતો.સમયાંતરે આ કુંડની જાળવણી અને તેની સારસંભાળ ન લેવાતા તે અવાવરુ બની ગયો હતો .

પ્રાચીન સમયમાં આ કુંડમાંથી સીચાઈ માટે ઉપરના ભાગમાં આવેલ બગીચામાં પાણી ઠાલવવામાં આવતુ હતું અને તેના ફુલો નગરદેવીને અર્પિત કરવામાં આવતા હતા … કુંડની ચારેદિશામાં શિવાલય તેમજ શિવલીંગની પણ સ્થાપના થયેલી છે . કહેવાય છે કે પ્રાચીન સમયમાં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ આ કુંડમાં સ્નાન કરી દેવી દેવતાઓની પૂજાવિધી કરતા હતા ત્યારે હાલમાં આ કુંડને મુનાજીત કરવાની પ્રેમગીરી શરૂ કરવામાં આવી છે.

આમ પાટણના પ્રાચીન ઇતિહાસને ઉજાગર કરતા નગરદેવી કાલીકા ફુડ પુનઃ જીવંત થતા લોકો માટે હસ્યા કરવાનું એક રમણીય સ્થળ બની રહેશે .

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here