Home પાટણ પાટણમાં અટલ ભુજલ યોજના અંતર્ગત બે દિવસીય તાલીમ શિબિર નો પ્રારંભ…

પાટણમાં અટલ ભુજલ યોજના અંતર્ગત બે દિવસીય તાલીમ શિબિર નો પ્રારંભ…

213
0
પાટણ : 14 માર્ચ

ગ્રામ્ય કક્ષાએ લોકો સુધી અટલ ભૂજલ યોજના અમલીકરણ થાય અને પ્રજાજનો સુધી યોજનાનો હેતુ પહોંચે અને જન જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુથી જિલ્લા કક્ષાએ સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ તથા રાજ્ય સરકાર દ્રારા નિયુક્ત કરવામાં આવેલ અમલીકરણ એજન્સી (ડી.આઇ.પી.) ને સાંકળી લઇ તા.૧૪-૧૫/૦૩/૨૦૨૨ ના રોજ બે દિવસીય તાલીમ વર્ગ સેમીનારનું આયોજન ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ., યુનિસેફ તથા પ્રાઇમોવ તરફથી સંયુક્ત ભાગીદારીથી કરવામા આવ્યું છે.

આ તાલીમ વર્ગમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ તાલીમાર્થી અધિકારીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર નીચે જઈ રહ્યા છે અને પાણીની ગુણવત્તા ઉપર પણ અસર જણાય છે ત્યારે આગામી સમયમાં પણ આપણે સૌ સહિયારા પ્રયત્નો થકી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા વિવિધ પગલાઓ લેવા સક્રિય થવું પડશે. પંચાયતી રાજ મહાસંમેલનમાં વડાપ્રધાને પણ જળસંચય માટે ગામેગામ ખેત તલાવડી બનાવવા સરપચોને અનુરોધ કર્યો હતો તે બાબત યાદ કરાવી, જિલ્લામાં ચેકડેમ બોરીબંધ બંધ વગેરેના મહત્તમ કામો માટે અત્યારથી જ આયોજનો હાથ ધરવા જણાવ્યું હતું. પાણી બચાવવા માટે અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે સૂક્ષ્મ પિયત પદ્ધતિ ઉત્તમ ઉપાય છે તેમ જણાવી પાટણ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો માઈક્રો ઈરીગેશન પદ્ધતિ અપનાવે તે દિશામાં કામ કરવા માર્ગદર્શન કર્યું હતું.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here