Home પાટણ પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો યુનિવર્સીટીના રજી સ્ટારને શ્રદ્ધાંજલિ આપી

પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો યુનિવર્સીટીના રજી સ્ટારને શ્રદ્ધાંજલિ આપી

219
0
પાટણ: 19 એપ્રિલ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવતા ડો. ધર્મેન્દ્ર પટેલ (ડો. ડી એમ પટેલ )નું રવિવારની વહેલી સવારે હૃદયરોગના હુમલામાં નિધન થતા તેઓના પરિવાર સહિત યુનિવર્સિટી સ્ટાફ પરિવાર તેમજ પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો માં ઘેરા શોકની કાલિમા છવાઇ જવા પામી હતી.

સ્વર્ગસ્થ ડો.ધર્મેન્દ્રભાઈ પટેલનાં આકસ્મિક અવસાન થી તેમનાં પરિવારજનો સહિત શિક્ષણ જગત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિવારોને ન પુરી શકાય તેવી ખોટ પડી છે તો પાટણ ના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો એ પણ એક સારા અધીકારી કમ મિત્રને ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરી મંગળવારના રોજ પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો દ્વારા યુનિવર્સિટી નાં વહિવટી ભવન નાં કોન્ફરન્સ હોલ ખાતે યુનિવર્સિટી કુલપતિ સહિતના અધીકારીઓની ઉપસ્થિત માં સ્વ.ડો.ડી.એમ.પટેલ નાં આત્માની શાંતી માટે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા.


પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો દ્વારા આયોજિત કરાયેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.જે.વોરાએ યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટર તરીકેની પ્રશંસનીય ફરજ બજાવનાર સ્વર્ગસ્થ ડોક્ટર ડી એમ પટેલ ની કાર્ય પધ્ધતિ ને યાદ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી તો આ પ્રસંગે પાટણના પત્રકાર રમેશભાઈ સોલંકી અને યશપાલ સ્વામી એ પણ સ્વ.ડો.ડી.એમ.પટેલ સાથે નાં સંસ્મરણો વાગોળી પાટણના પત્રકારો સાથે એક અધીકારી તરીકે નહીં પરંતુ એક મિત્ર ભાવથી કરાતી વાતો સાથે તેઓની યુનિવર્સિટી પ્રત્યે ની પરિવાર ની ભાવના ને યાદ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટાર સ્વર્ગસ્થ ડો.ડી.એમ.પટેલના આત્માની શાંતિ અર્થે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા પત્રકાર મિત્રો દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટણના પત્રકાર મિત્રો સહિત યુનિવર્સિટી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ.ના આત્માની શાંતિ અર્થે પ્રાથૅના કરી હતી.

 

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here