Home પાટણ નોરતા દોલતરામ આશ્રમ ખાતે સામાજિક એકતા,અંધશ્રધ્ધા નિવારણ અને સંતવાણી કાર્યક્રમ...

નોરતા દોલતરામ આશ્રમ ખાતે સામાજિક એકતા,અંધશ્રધ્ધા નિવારણ અને સંતવાણી કાર્યક્રમ યોજાયો..

181
0
પાટણ: 11 એપ્રિલ

પાટણ તાલુકાના નોરતા ગામે રામ નવમી ની રાત્રે સંત શ્રી દોલતરામ મહારાજની નિશ્રામાં વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા અને સામાજિક એકતા અને સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નોરતા ગામ સહિત પંથકના લોકોએ ઉપસ્થિત રહી આ અમૃતવાણીનો લાભ લીધો હતો.

નોરતા ગામની આ પવિત્ર ગાદી ઉપર દોલતરામ મહારાજ પણ નરભેરામ મહારાજ ના પંથે ચાલીને સમાજ હિતના કર્યો કરી રહ્યા છે. સંત દોલતરામ મહારાજે શિક્ષણની જ્યોત જગાવી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા પણ અભિયાન ચલાવ્યું છે નોરતા આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક પ્રસંગોની ભક્તિમય માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગતરોજ રામનવમીના દિવસે રાત્રે દોલતરામ મહારાજની નિશ્રામાં વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા સામાજિક એકતા નો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
સંત દોલતરામ મહારાજ એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતની નારી શક્તિ મહાન છે હંમેશા દરેક વ્યક્તિએ મહિલાઓનું સન્માન અને આદર કરવું જોઈએ. બીજા ના ભલામાં હંમેશા રાજી રહેવા કોઈને નતડર રૂપ ન થવા ,કોઈની નિંદા ન કરવાનો સંદેશો આપ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસારિક જીવનમાં સફળ થવા માટે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં જતું કરવાનો ગુણ અપનાવવો જોઈએ જતું કરનારની હંમેશા જીત થાય છે. જૂનાગઢના વિશ્વભારતીજી મહારાજે પણ માતા પિતાની સેવા કરવા તથા દીકરીઓને સારા શિક્ષણની સાથે સાથે ઉચ્ચ સંસ્કાર આપવા અનુરોધ કર્યો હતો.

નોરતા આશ્રમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ૧૦ હજારથી વધુ લોકોએ ભોજન પ્રસાદી અને સંતવાણી કાર્યક્રમનો લાભ લીધો હતો

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here