Home કાલોલ કાયદેસરની કાર્યવાહીમાં ઢીલાશ આચરતા વેજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ અને પંચમહાલ જિલ્લા...

કાયદેસરની કાર્યવાહીમાં ઢીલાશ આચરતા વેજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ અને પંચમહાલ જિલ્લા પોલીસ વડાને રાજ્ય માહિતી આયોગની નોટિસ

140
0

કાલોલ: 28 ડિસેમ્બર


પંચમહાલ ગોધરાના સામાજિક કાર્યકર અને આરટીઆઇ એકટીવિસ્ટ એવા એક ધારાશાસ્ત્રી ગોપાલભાઈ પટેલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં વેજલપુર પોલીસ સ્ટેશનના દાયરામાં અને ગોધરા તાલુકા વિસ્તારની એક ગ્રામ પંચાયતના વિકાસના કામમાં છેતરપીંડી અને બનાવટી પુરાવા આચરવાના ગુના હેઠળ જે તે સમયે ૩૭ ઈસમો વિરૂદ્ધ લેખિત ફરિયાદ આપી હતી

જે ફરિયાદ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન પીએસઆઈએ તપાસ કરીને સત્તાવાર ફરિયાદ નોંધવાનું જણાવતા ફરિયાદીએ અનેકવાર ફરિયાદ અને તપાસ કાર્યવાહીનું સ્ટેટ્સ માંગતા પીએસઆઈએ હજી તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે હેઠળ મૌખિક બહાના કાઢીને લગભગ આખું વર્ષ વીતી જવા છતાં પણ ફરિયાદ નહિ નોંધાતા છેવટે ફરિયાદીએ RTIના માધ્યમથી અરજી કરેલ તેમ છતાં પણ પોતાની ફરિયાદ અંગે કોઈ માહિતી નહીં મળતા ફરિયાદીએ તેમના ઉપરી અધિકારીને અપીલ કરતાં ઉપરી અધિકારીએ હાથ ધરેલી સુનાવણીમાં પાંચ દિવસમાં માહિતી આપવાનો હુકમ કર્યો હતો.

એ સમયે વિલંબથી માત્ર પાંચ વ્યક્તિઓના નિવેદનો પૂરતી માહિતી આપીને ઉપરી અધિકારીના હુકમનો પણ ભંગ કરતા છેવટે ફરિયાદીએ રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ કરતાં રાજ્ય માહિતી આયોગે માહિતી અધિકાર હેઠળ પંચમહાલ જિલ્લા વડા પોલીસનું ધ્યાન દોરીને વેજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈની ફરજની વિગતો સહિત આગામી દિવસોમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં હાજર રહેવા નોટિસ જારી કરતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. આમ પારદર્શક લોકશાહીમાં પ્રજા પાસે કાયદાનું પાલન કરાવનાર પોલીસ પોતે જ કાયદાપાલનમાં ઇરાદાપૂર્વક ગફલત કે ઢીલાશ કરે તો કાયદો કોઈને છોડતો નથી એવું જ્વલંત ઉદાહરણનો દાખલો જોવા મળ્યો છે.

અહેવાલ : : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here