સુરેન્દ્રનગર : 25 માર્ચ
બે કોલસાની ખાણમાં ગેરકાયદેસર કનેક્શન જણાતા રૂ.3.40 કરોડની વીજચોરી ઝડપાઇ
)11 કે.વી વીજલાઇનમાં હુક નાંખી પ્રાઇવેટ ટ્રાન્સફોર્મરની મદદથી વીજચોરી કરતા હતા
ખાણખનીજ વિભાગને જાણ કરાતા 25 મેટ્રીકટન કોલસો,ચરખી, ટ્રેક્ટર, જનરેટર પણ જપ્ત કરાયા
હજુ શહેરી તથા ગ્રામ્યવિસ્તરોમાં વીજજોડાણ ચેકીંગ કાર્યવાહી ચાલુ રહેશે:અધિકારી
થાનગઢમાં ગેરકાયદેસર કનેક્શન લઇ વીજ ચોરીની બુમરાડો વચ્ચે પીજીવીસીએલ થાનને અંધારામાં રાખી રાજકોટ અને વડોદરાની વીજીલન્સ ટીમે દરોડા કર્યા હતા.જેમાં બે કોલસાની ખાણમાં 11 કેવીની વીજલાઇનમાં હુક નાંખી પ્રાઇવેટ ટ્રાન્સફોર્મરની મદદથીવીજચોરી જણાતા રૂ.3.40 કરોડનો દંડ ફટકાર્યો હતો.
થાનગઢમનં શહેર અનેગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતીગ્રામની વીજલાઇનોમાં ગેરકાયદેસર રીતે કનેક્શન લઇને વીજચોરી થતી હોવાની બુમરાડો ઉઠી હતી.ત્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરાનાડીરેક્ટર આઇપીએસ અનુપમસિંહ ગહેલોતની સુચનાથી જોઇન્ટ એક્ઝીક્યુટીવ ડયારેક્ટર ગુજરાત ઉર્જા વિકાસ લીના એચ.આર.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અને મુખ્ય તકેદારી અધિકારી જીયુવીએનએલ કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓની ટીમો મારફતે રાત્રી દરમિયાન વીજચોરી ડામવા ચેકીંગ હાથ ધર્યુ હતુ.તે દરમિયાન થાન પેટાવિભાગ કચેરી વિસ્તારમાં ચેકીંગ દરમિયાન પહેલા દરોડામાં થાનના ખુશાલભાઇ મીઠાભાઇ વાઘેલાની કોલસાની ખાણમાં વીજચોરી જણાતા 1.50 લાખની વીજચોરી જણાઇ હતી.જ્યારે બીજા દરોડામાં થાનના દીનેશભાઇ ગજીયાભાઇ પરમારની કોલસાની ખાણમાં 1.90 કરોડની વીજચોરી ઝડપાઇ હતી.તપાસમાં બંન્ને કોલસાની ખાણમાં 11 કે.વી લાઇનમાં હુક નાંખી પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મદદથી વીજચોરી કરતા જણાયા હતા.આથી કુલ રૂ.3.40 કરોડની વીજચોરી ઝડપી પડાઇ હતી.આ બાબતે ખાણખનીજ અને રેવન્યુ વિભાગને જાણ કરાઇ હતી.આથી ખનીજવિભાગના માઇન સુપરવાઇઝર કે.ટી.કણઝરીયાએ ઘટના સ્થળે દોડી ગયા હતા.જ્યા 2 ચરખી મશીન તથા 25 મેટ્રીકટન કોલસો રૂ.2 લાખ ટ્રેક્ટર જનરેટર સાથે રૂ.1 લાખ મુદામાલ જપ્ત કરાયો હતો.આમ અચાનક દરોડાને લઇ થાનમાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.જ્યારે આ દરોડા કાર્યવાહી હજુ ચાલુ રહેશેનું અધિકારીએ જણાવ્યુ હતુ.
વીજચોરીમાટે ખાનગી ટ્રાન્સફોર્મર ક્યાંથી આવ્યા તપાસનો વિષય
થાનગઢમાં થી પસાર થતી જ્યોતીગ્રામની લાઇનોમાં ગેરકાયદેસર હુક નાંખી વીજ ચોરી થાય છે.આઅગાઉના દરોડામાં પણ પીજીવીસીએલ ટીમે ખાનગી ટ્રાન્સફોર્મરની મદદથી વીજચોરી થતી પકડી પાડી હતી.ત્યારે વીજચોરો આ ટ્રાન્સફોર્મર લાવેછે ક્યાંથી તે તપાસનો વિષય બની ગયો છે.
થાનગઢના કોલસાની ખાણમાં રાજકોટ વડોદરાની વીજટીમે દરોડા કર્યા હતા.