Home પાટણ ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી પંચાયત દ્વારા વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન કરવામાં...

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી પંચાયત દ્વારા વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન કરવામાં આવશે દેખાવો….

155
0
પાટણ: 15 એપ્રિલ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૮ એપ્રિલે ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં પશુપાલકો દ્વારા ૧૮ અને ૧૯મી એપ્રિલના રોજ ઉગ્ર દેખાવો ધરણાં અને આમરણાંત ઉપવાસ ના કાર્યક્રમો કરવામાં આવશે તેવી ગુજરાત માલધારી પંચાયતના પ્રમુખ રઘુ દેસાઈ એ ચીમકી આપી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં રખડતા પશુઓના નિયંત્રણ માટે ઘડવામાં આવેલા કાયદાનો પશુપાલક સમાજ દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે શુક્રવારે પાટણ ખાતે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત માલજીભાઈ દેસાઈ ના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાધનપુરના ધારાસભ્ય અને ગુજરાત માલધારી પંચાયતના પ્રમુખ રઘુ દેસાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ કાળો કાયદો પરત લેવામાં નહીં આવે તો આગામી ૧૮ એપ્રિલથી વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં પશુપાલકો દ્વારા દેખાવો કરવામાં આવશે ૧૮ એપ્રિલના રોજ રાજ્યના દરેક જિલ્લાઓમાં પશુપાલકો દ્વારા અનશન ,ધરણા પ્રદર્શન કરવામાં આવશે જ્યારે ૧૯મી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત માલધારી પંચાયતના 11 આગેવાનો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે અને આ કાળો કાયદો પરત લેવાની માંગ કરશે

ગુજરાત માલધારી પંચાયતના પ્રમુખ રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે ગૌ,ગંગા અને ગાયત્રીના નામે ભાજપ ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહી છે. તો બીજી તરફ શહેરી વિસ્તારમાંથી બે ટકા મત અંકે કરવા માટે પશુપાલકો સાથે અન્યાય કરી આ કાળો કાયદો લાવી રહી છે જે કોઈ પણ ભોગે ચલાવી લેવાય તેમ નથી જ્યાં સુધી સરકાર આ કાળો કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here