Home સુરેન્દ્રનગર જીગ્નેશ મેવાણી ની અટકાયત ના પડઘા સુરેન્દ્રનગરમાં..

જીગ્નેશ મેવાણી ની અટકાયત ના પડઘા સુરેન્દ્રનગરમાં..

160
0
સુરેન્દ્રનગર : 22 એપ્રિલ

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય નૌશાદ ભાઈ સોલંકી દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજી અને આગામી રણનીતિ નક્કી કરવા માટે મીટીંગ યોજવામાં આવી.

તાજેતરમાં જ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની અટકાયત કરવામાં આવી છે અને જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે જેના પ્રત્યાઘાતો સુરેન્દ્રનગર જિલ્લામાં પડવા પામ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર શહેરની રાજ હોટલ પાસેથી આંબેડકરજીને ફુલહાર કર્યા બાદ રેલી યોજવામાં આવી છે અને જીગ્નેશભાઈ મેવાણી ને તાત્કાલિકપણે જામીન આપી અને મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે વિશાળ રેલી યોજવામાં આવી છે.

સુરેન્દ્રનગર જીલ્લા કોગ્રેસ અનુ. જાતિ સેલ દ્વારા જીગ્નેશ મેવાણી ના ધરપકડ કરવામાં આવતા સુ.નગર જીલ્લા ના દલિત સમાજ ના આગેવાનો સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. ભાજપ દ્વારા બંધારણ ને ખતમ કરવામાં આવી રહ્યુ નાગરીકો નો બંધારણીય રીતે વિરોધ કરવાના અધિકારો ને ભાજપ છિન્ન-ભિન્ન કરે છે. મધ્યરાત્રીએ આસામ પોલિસ દ્વારા વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની કાયરતાપુર્ણ ધરપકડના વિરોધ માં આજે ૨૨/૦૪/૨૦૨૨ ના રોજ કોગ્રેસના દલિત સમાજ ના આગેવાનો વિરોધ કરી રહ્યા છે. સાથે કોંગ્રેસ પણ તેમની સાથે જોડાયું છે

ત્યારેબીજી તરફ તાજેતરમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી અટકાયત કરવામાં આવી છે અને કડક પગલાં ભરવામાં આવ્યા છે.આ મામલે કોંગ્રેસ લાલઘુમ છે તેવા સંજોગોમાં રેલી યોજી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જીગ્નેશભાઈ મેવાણી ને પોલીસ સકંજામાં થી દૂર કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.
જે રીતે ધારાસભ્ય અને સમાજના લડવૈયા જીગ્નેશભાઈ મેવાણીની ભાજપ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે લોકશાહીનું લાંછન લગાડનાર છે અને માત્ર દલિત સમાજ નહીં પરંતુ તમામ સભ્ય સમાજ માટે એક લાલબત્તી સમાન છે. આ ઘટનાને સાંખી લેવાય નહીં અને તેનો જબરજસ્ત પ્રતિકાર કરવો જ રહ્યો. આ માટે રણનીતિ નક્કી કરવા આજે સાંજે ચાર વાગે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌ સાથીઓને પધારવા મારી ખાસ વિનંતી છે. સાંજે ચાર વાગે, રાજીવ ગાંધી ભવન, આશ્રમ રોડ, ખાતે ધારાસભ્ય નૌશાદ સોલંકી અને કૉંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ બેઠક યોજી અને રણનીતિ નક્કી કરશે.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here