Home પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ રણકાંઠે વસેલા અગરિયા પરિવારોની મુલાકાત લીધી

જિલ્લા વિકાસ અધિકારીએ રણકાંઠે વસેલા અગરિયા પરિવારોની મુલાકાત લીધી

165
0
પાટણ : 23 માર્ચ

રણના કાંઠે આવેલા પાટણ જિલ્લામાં મીઠા ઉદ્યોગનો પણ ઉત્તમ વિકાસ થયો છે ત્યારે દેશભરમાં ઘુડખર અભ્યારણ્યના કારણે પ્રસિદ્ધઆ વિસ્તારની મુલાકાત લઈ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ અગરિયા પરિવારો અને તેમના બાળકોના શિક્ષણની સ્થિતિની જાતમાહિતી મેળવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીરમેશ મેરજાએ મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલ અગરિયા પરિવારોની મુલાકાત લઈ અગરિયાના બાળકોને અપાતા શિક્ષણની જાત માહિતી મેળવી હતી. રાજુસરા અને પર જેવા અંતરિયાળ ગામોની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ સ્કુલ ઑન વ્હિલ્સ અને પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ સબંધિત વ્યવસ્થાઓ જાણી હતી. સાથે જ કોરોના સામે રક્ષણ સામે રસીકરણની કામગીરીની માહિતી મેળવી બાળકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

વિવિધ વિકાસકાર્યો સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારીએ અગરિયા પરિવારોને રાજ્ય સરકારની સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે તથા શિક્ષણ અને આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરવા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here