Home પાટણ જિલ્લા પંચાયત ખાતે ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ અને ‘વર્લ્ડ હિયરીંગ ડે’ ની...

જિલ્લા પંચાયત ખાતે ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ અને ‘વર્લ્ડ હિયરીંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી……

165
0
પાટણ : 3 માર્ચ

જિલ્લા પંચાયત ભવનના સ્વર્ણિમ હૉલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ અને ‘વર્લ્ડ હિયરીંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર મેડિકલ ઑફિસરોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નવજાત શિશુથી લઈ કિશોરવયના બાળકો સુધી તમામના આરોગ્યની ચિંતા કરી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જન્મથી ખોડ-ખાંપણ ધરાવતા બાળકોની ઝડપી ઓળખ અને તેમને ત્વરિત સારવાર મળે તે માટે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ કામગીરી સાથે જોડાયેલા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના આરોગ્યકર્મીઓને આ તકે અભિનંદન પાઠવું છું.

જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. બાળકોની આરોગ્યની તપાસ અને સારવાર માટે જિલ્લામાં 27 જેટલી આર.બી.એસ.કે. વાન કાર્યરત છે. કોવિડ મહામારી જેવા પ્રતિકુળ સંજોગોમાં પણ આ ટીમોએ નિષ્ઠાથી ફરજ બજાવી છે, જે અભિનંદનને પાત્ર છે.


કોરોના વાયરસની ચોથી લહેરની સંભાવનાઓ છે ત્યારે તેનાથી બચવાના શ્રેષ્ઠ ઉપાય તરીકે રસીકરણને મહત્વ આપી 15 થી 17 વર્ષના તમામ તરૂણોને રસી અપાવવામાં આવે અને આવનારા સમયમાં 12થી 15 વર્ષના બાળકોને પણ રસી આપવામાં આવે તેવી શક્યતાઓ છે ત્યારે આ અભિયાનમાં સહયોગ આપવા પણ જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી હતી.
‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ અને ‘વર્લ્ડ હિયરીંગ ડે’ ની ઉજવણી અંતર્ગત સ્ક્રિનિંગ થકી જન્મજાત ખોડ-ખાંપણના સૌથી વધુ કેસ શોધી તેમને સારવાર અપાવનાર આર.બી.એસ.કે. ટીમના મેડિકલ ઑફિસરશ્રીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે લાભાર્થી બાળકોને ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરપર્સન સેજલબેન દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય, આર.બી.એસ.કે.ના મેડિકલ ઑફિસરો તથા તેમની ટીમના સભ્યો ઉપરાંત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here