Home સુરત જજના આસિસ્ટન્ટની ખોટી ઓળખ આપી 3.50 લાખની છેતરપીંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી...

જજના આસિસ્ટન્ટની ખોટી ઓળખ આપી 3.50 લાખની છેતરપીંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

96
0
સુરત : 22 જાન્યુઆરી

પાલિકામાં નોકરીના નામે 3.50 લાખ પડાવનાર ઝડપાયો

ડિસ્ટ્રીકટ કોર્ટના જજના આસિસટન્ટ તરીકે ઓળખ આપી મનપામાં કલાર્કની નોકરી આપાવવાની લાલચે પુણાગામના વાળંદ યુવક પાસે રૂ. 3.50 લાખ પડાવી ઠગાઈ કરનારા અરવિંદ મકવાણાની કતારગામ પોલીસે વતન ખાતેથી ધરપકડ કરી જેલના સળીયા ગણતા કરી દીધો છે. 
કતારગામમાં યુવકને મનપામાં ક્લાર્કની નોકરીની લાલચ આપી રૂ.3.50 લાખ પડાવનાર ઠગની કતારગામ પોલીસે કરી ધરપકડ

કતારગામ પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે કતારગામ ગજેરા સ્કુલની પાસેની લક્ષ્મી એન્કલેવ બિલ્ડીંગમાં એવન્યુ સલુનમાં નોકરી કરતી વેળાએ સંપર્કમાં આવેલા અરવિંદ મકવાણાએ હાલ પુણાગામ સ્થિત ભવાની સોસાયટી સામે આવેલા કલ્યામનગર સોસાયટીમાં રહેતા અને સ્થાનિક વિસ્તારમાં પોતાનું સલુન ચલાવતા 22 વર્ષીય અજય ભરતભાઈ વાધેલાને પોતાની ઓળખ ડિસ્ટ્રીકટ કોર્ટના આસિ. તરીકે આપી હતી.અજય વાઘેલાએ સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્ષ કર્યો હોવાથી પોતાની મનપાના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાની વાતો કરી મનપામાં કલાર્કની નોકરી અપાવવાની લાલચ આપી હતી. જે માટે મનપા કમિશ્નરને વહેવાર કરવો પડશે કહી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં તારી નોકરીનો એપ્રુવલ લેટર આવી ગયો છે. તારી નોકરી પાકી થઈ ગઈ છે. કહી રૂ. 3,50,000ની રકમ પડાવી લઈ મનપાના કમિશ્નરના સિકકા અને સહિવાળો લેટર પકડાવી ઠગ અરવિંદ મકવાણા મોબાઈલ ફોન બંધ કરી રફુચકકર થઈ ગયો હતો. જે મામલે ફરીયાદ નોંધાઈ હતી. ફરિયાદ સંદર્ભે તપાસ કરી રહેલા કતારગામ પોલીસે એક ટીમ રવાના કરી વતન ભાગી ગયેલા ઠગ અરવિંદ ઉર્ફે અભી મનજીભાઈ મકવાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


અહેવાલ : શોભના ઘેલાણી, સુરત 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here