સુરેન્દ્રનગર : 20 જાન્યુઆરી
ચોટીલાના શેખલીયા ગામમાં મંદબુધ્ધિની યુવતિ પર છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવામાં આવી હતી
પરિવારે ટેસ્ટિંગ કરાવ્યા બાદ ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થતા ફરીયાદ દાખલ કરવામાં આવી
પોલિસે ત્રણેય નરાધમોને ઝડપી લેતા ગામમાં ચકચાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એક તરફ થઇ રહી છે તેવા સંજોગોમાં બળાત્કારના બનાવો અને સૃષ્ટિ વિરુદ્ધ આકૃતિઓ સતત બનતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મંદબુદ્ધિની બાળાઓ અને યુવતી ઉપર અવારનવાર બળાત્કાર થતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળવા પામ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના શેખલીયા ગામે વધુ એક મંદબુદ્ધિની બાળાના ઉપર બળાત્કાર કરવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શેખલીયા ગામે મંદબુદ્ધિની બાળાના ને શાળાએ લઈ જઈ અને ત્રણ નરાધમો દ્વારા સતત એક વર્ષ સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી અને બળાત્કાર ગુજારવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ થઈ છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્રણ ઈસમો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના શેખલીયા ગામે 19 વર્ષની મંદબુધ્ધીની યુવતી સાથે ત્રણ નરાધમો છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરતા હોવાનો બનાવ સામે આવતા ચકચાર ફેલાઈ છે. ઉત્તરાયણ કરવા ઘરે આવેલી યુવતીની બહેને તેનું પેટ મોટુ થઈ જતા માતાને કહી દવાખાને તપાસ કરાવતા તેણીને 8 માસનો ગર્ભ હોવાની વિગતો બહાર આવી હતી. બનાવની ત્રણ શખ્સો સામે નાની મોલડી પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને ભગાડી જવાના તથા દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ થોડા સમય પહેલા થાનની મંદબુધ્ધીની યુવતી સાથે દુષ્કર્મની ઘટનામાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે. ત્યારે ફરી એક મંદબુધ્ધીની યુવતીની નરાધમોની વાસનાનો ભોગ બની હોવાની વિગતો સામે આવી રહી છે. બનાવની નાની મોલડી પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ શેખલીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા દંપતીને 6 પુત્રી અને 1 પુત્ર છે.
જેમાંથી 3 પુત્રીઓ પર કુદરતનો કહેર વરસ્યો છે. જેમાં એક પુત્રી અપંગ છે, બીજી પુત્રી મંદબુધ્ધીની છે અને ત્રીજી પુત્રી અંધ છે. પરીવારની ત્રણ પુત્રીઓને સાસરે વળાવી દીધી છે. જેમાં લાખચોકીયા ગામે પરણાવેલી પુત્રી ઉત્તરાયણ કરવા પીયર આવી હતી. આ સમયે મંદબુધ્ધીની બહેનનુ પેટ થોડુ મોટુ દેખાતા તેણે માતાને જાણ કરી હતી. તો માતાએ તે માટી ખાતી હોવાથી પેટ મોટુ હોવાનું કહી વાત ટાળી દીધી હતી. તેમ છતાં પીયર આવેલી પુત્રીએ દબાણ કરતા હોસ્પીટલ તપાસ કરાવાતા મંદબુધ્ધીની યુવતીને 8 માસનો ગર્ભ હોવાની વિગતો બહાર આવી હતી. આથી પરીવાર પર આભ તૂટી પડયુ હતુ.
જ્યારે મંદબુધ્ધીની યુવતીને પરીવારે ફોસલાવી પુછતા તેણે જણાવ્યુ કે, માતા-પીતા ખેતરે મજુરી કામ કરતા જતા હતા ત્યારે દિવસના સમયે શેખલીયામાં જ રહેતા કાના રામાભાઈ બાવળીયા, આંબા ધરમશીભાઈ પરમાર, માધા રાણાભાઈ ગોળીયા સહીતનાઓ તેને નાસ્તો આપવાની લાલચ આપી ગામની બહાર આવેલી શાળામાં લઈ જતા હતા. જયાં તેની સાથે ખરાબ કૃત્ય કરતા હતા. આથી આ બનાવની નાની મોલડી પોલીસ મથકે છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરતા ત્રણેય આરોપીઓ સામે ફરીયાદ નોંધાઈ છે. આ અંગે પીએસઆઈ વાય.એસ.ચુડાસમાએ જણાવ્યુ કે, ભોગ બનનારની ફરીયાદ લઈને પોલીસે તપાસ આરંભી છે.
આ બનાવના ત્રણેય આરોપીઓ 50 થી વધુ ઉંમરના હોવાની હાલ વીગતો મળી છે. બાળાને ઇશારાથી પૂછવામાં આવતા ત્રણ નરાધમોએ તેના ઉપર એક વર્ષ પહેલા દુષ્કર્મ કર્યું હોવાનું બાળાએ ઈશારાથી જણાવ્યું છે.ત્યારે હાલમાં પોલીસ દ્વારા ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં છ સ્થળોએ સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય અને દુષ્કર્મના બનાવો બન્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ચોરી લૂંટફાટ મારામારી હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને બળાત્કારના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા એક વર્ષમાં છ સ્થળ ઉપર કેવા વઢવાણ ચોટીલા સહિતના ગામોમાં સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય આચરવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે છેલ્લા એક મહિનામાં જ બે બનાવ સામે આવ્યા છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે શેખલીયા ગામે વધુ એક મંદબુદ્ધિની બાળાના ઉપર બળાત્કારનો બનાવ બન્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
શેખલીયા ગામની સરકારી શાળામાં લાલચ આપી અને રજાના દિવસોએ મંદબુદ્ધિની બાળાને લઈ જવામાં આવતી હતી અને ત્યારબાદ તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવતો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના શેખલીયા ગામની સરકારી શાળામાં જે દિવસે રજા હોય બાળકો ભણવા ન આવતા હોય તે દિવસે ત્રણ નરાધમો દ્વારા મંદબુદ્ધિની બાળકીને શાળાએ ફોસલાવી અને લઈ જવામાં આવતી હતી અને ત્યાં તેના ઉપર શાળાના અંદરના ભાગે આવેલા ઓરડામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આ ત્રણ ઈસમોને નરાધમો દ્વારા આચરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.આ મામલે પોલીસ દ્વારા ગ્રામ્યજનોના નિવેદનો લઇ અને ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ફરી એક વખત જિલ્લા માં હૃદય ચીર કિસ્સો સામે આવ્યો છે.
મંદબુદ્ધિની બાળાનું પેટ વધતાં પરિવારજનોએ ચેકઅપ કરાવ્યું અને આઠ માસનો ગર્ભ રહી ગયું હોવાનો ઘટસ્ફોટ થતાં પરિવાર ચોંકી ઉઠ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર ફરી એક વખત સવાલ ઊભા થયા છે મંદબુદ્ધિની બાળાના ઉપર સતત એક વર્ષ સુધી બળાત્કાર ત્રણ નરાધમો દ્વારા આચરવામાં આવ્યો છે ત્યારે ઉત્તરાયણના દિવસે આ મંદબુદ્ધિથી નિભાવવાનો સતત પેટ વધતું જઈ રહ્યું હોય જેને લઇને તેનું સરકારી હોસ્પિટલમાં ચેકઅપ કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદબુદ્ધિની બાળાના આઠમો મહિનો જતા હોવાનું ડોક્ટર ટીમ દ્વારા જણાવવામાં આવતા પરિવાર પણ ચોંકી ઉઠયો હતો અને આ મામલે પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
વહેલી સવારે નાની મોલડી પોલીસે દુષ્કર્મ આચરનાર ત્રણ નરાધમોના અટકાયત કરી લીધી
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે મંદબુદ્ધિની બાળા સાથે બળાત્કાર નો કિસ્સો સામે આવ્યો છે ત્રણ ઈસમો દ્વારા સતત એક વર્ષ સુધી મંદબુદ્ધિની બાળા ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો છે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે સરકારી શાળામાં લઈ જઈ અને રજાના દિવસોમાં ત્રણ ઈસમો દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને મંદબુદ્ધિની યુવતી સાથે કરવામાં આવ્યા હોવાની ફરિયાદ સામે આવી નથી અને હાલમાં મંદબુદ્ધિની બાળાના આઠ માસનો ગર્ભ રહી ગયું હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે જેને લઇને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી વહેલી સવારે નાની મોલડી પોલીસ ગેંગરેપ કરી અને બળાત્કાર આચરનાર ત્રણ નરાધમોના અટકાયત કરી લીધી છે.