આણંદ : 31 માર્ચ
ચરોતર એજયુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ આણંદના વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજીત પ્રતિભા શોધ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં શાળા ના ધોરણ ૯ ના આશરે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ પ્રતિભા શોધ પરીક્ષામાં મેક્વાન એંજલ અનિલકુમાર, પટેલ મન આશીશકુમાર, બારાટે જય હરેશકુમારએ રાજ્યમાં પ્રથમ ૨૦૦ વિધાર્થીનો મેરીટ રેન્ક પ્રાપ્ત કરી પોતાના કૌશલ્યનો રાજ્ય કક્ષાએ પરિચય કરાવ્યો હતો. જે બદલ સંસ્થાના મંત્રીશ્રી કેતનભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રી કાર્તિકભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેઓ પોતાના કૌશલ્ય થકી સમાજની સેવા કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.